પકડાયેલા ઇસમ પાસેથી વિદેશી દારુના 06પ્લાસ્ટિકના ક્વાટરિયા સહિત આશરે રૂ.600નો મુદામાલ કબ્જે કરી કારેલીબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
શહેરના કારેલીબાગ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બહુચરાજી રોડ ખાતે આવેલા સુલભ શૌચાલય ખાતે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ વેચતા ઇસમને અંગ્રેજી દારુના 06 પ્લાસ્ટિકના ક્વાટરિયા જેની આશરે કિંમત રૂ.600 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલીબાગ પોલીસ સ્ટેશનના અલાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર ડાહ્યાભાઈ તથા સ્ટાફ ગત તા. 21 ફેબ્રુઆરીના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા બહુચરાજી રોડ પર આવેલા સુલભ શૌચાલય પાસે પરેશ ગણવે નામનો ઇસમ પ્લાસ્ટિક ની થેલીમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ નું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં રેડ કરતાં સ્થળ પરથી પરેશ મારુતિ ગણવે નામનો ઇસમ જે શહેરના ડભોઇ રોડ યમુનામીલ કંપાઉન્ડ મહાનગર વુડાના મકાનમાં બ્લોક નં.7મકાન નં.3મા રહેતો મળી આવ્યો હતો તેની તપાસ પૂછપરછ કરતાં તેની પાસે પ્લાસ્ટિકની થેલીમાં ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના પ્લાસ્ટિકના સીલબંધ 06 ક્વાટરિયા જેની આશરે કુલ કિંમત રૂ.600ના મુદામાલ સાથે તેને ઝડપી પાડી પ્રોહી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
