Vadodara

શહેરના ફતેપુરા રોડ પર મંદિરની સામે જ વિધર્મીઓ દ્વારા લગ્ન પ્રસંગે નોનવેજ રસોઈ બનતા સ્થાનિકોનો વિરોધ

બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો કેટલાક તત્વો દ્વારા મારી નાખવાની અને ચીરી નાંખવાની ધમકી અપાતા સામ સામે ફરિયાદ નોંધાવવા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

વડોદરા શહેરના સંગમ ફતેપુરા રોડ પર હિન્દુ મંદિરની સામે જ વિધર્મીઓ દ્વારા લગ્ન પ્રસંગે નોનવેજ રસોઈ બનાવવામાં આવી રહી હતી જે કારણે સ્થાનિકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો.. વિરોધ કરતા જ બંને પક્ષો સામ સામે આવી ગયા હતા. બનાવની જાણ થતા જ વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કુંભારવાડા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. થયેલ બોલાચાલી દરમિયાન એક પક્ષ તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે કુંભારવાડા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top