મિત્રના ઘરે જઈને પરિવાર આવ્યો અને ગાડી લોક કરી ફ્લેટના પાર્કિગમાં પાર્ક કરી સૂઇ ગયા સવારે નોકરી જવા કાર પાર્ક કરી હતી ત્યાં જોતા કાર જગ્યાએ ન હતી
બનાવની જાણ કરતાં ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 08
શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા પરિવાર પોતાની કાર લઇને ગત તા.05 ફેબ્રુઆરીના રોજ પોતાના મિત્રના ઘરે ગયો હતો જ્યાથી રાત્રે પરત આવી પોતાના ફ્લેટ નીચે પાર્કિગમાં કાર પાર્ક કરી સૂઇ ગયા હતા સવારે નોકરી પર જવા કાર પાર્ક કરી હતી ત્યાં જોતાં કાર ચોરાઇ હોવાનું જણાતાં સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કોન્વેન્ટ સ્કુલ ની બાજુમાં 7સ્ટાર રેસિડેન્સીમા મકાન નંબર 301 રહેતા મોહમ્મદ અહેમદ ગુલ મોહમ્મદ દર્વેશ પોતાના પરિવાર સાથે રહે છે અને કોટંબી હાલોલ ખાતે પ્રિન્ટીગનુ કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓના નોકરી આવવા જવા તથા અન્ય ઉપયોગ માટે ટાટા કંપનીની હેરિયર કાળા રંગની રેડ ડાર્ક શેડ વાળી ફોર વ્હીલર કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પીએમ-0520 ધરાવતા હતા. તેઓ ગત તા. 05મી ફેબ્રુઆરીના રોજ પોતાના પરિવાર સાથે મિત્રના ઘરે ગયા હતા અને રાત્રે આશરે પોણા બારની આસપાસ પરત ઘરે આવ્યા હતા અને ગાડીને લોક કરી ફ્લેટ નીચેના પાર્કિગમાં પાર્ક કરી હતી અને રાત્રે સૂઇ ગયા હતા બીજા દિવસે તેમને નોકરી પર જવાનુ હોવાથી તેઓ સવારે સવા આઠના સુમારે ફ્લેટ નીચે કાર પાર્ક કરેલી જગ્યાએ આવ્યા હતા જ્યાં કાર ન જણાતાં આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી પરંતુ કારનો કોઈ પત્તો લાગ્યો ન હતો કારની આશરે કિંમત રૂ 23,29,000છે તથા કારમાં 10 લિટર ડીઝલ પણ હતું જે અંગેની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.