શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર દિવસ પહેલાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અકસ્માત ની ઘટનાઓને રોકવા માટે ડિવાઇડરની ખાલી જગ્યાઓ પર લોખંડની પાઇપો લગાડવામાં આવી હતી પરંતુ આ કામગીરી તકલાદી કક્ષાની હોય તેમ જણાય છે લોકોઐ લાત મારી ઘણા પોલ તોડી નાખ્યાં છે તો ઘણાં પોલ ચોરાઇ પણ ગયા છે લોકો પોતાના ટુ વ્હીલર ત્યાંથી જ પસાર કરી રહ્યા છે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા તટસ્થતાથી તપાસ કરવામાં નહીં આવે અને ધ્યાન નહીં અપાય તો એકાદ મહિના બાદ તો સ્થિતિ પૂર્વવત બની જવાની શક્યતા છે અને પાલિકાએ લાખોના ખર્ચે લગાડેલા પોલ ગાયબ થઈ જશે સરવાળે પાલિકાને નુકસાન તો થશે જ સાથે અકસ્માત રોકવાની આ યોજના પણ નિષ્ફળ જતાં અકસ્માતના બનાવો વધશે.શહેરના ચારરસ્તા પાસે સીસીટીવી કેમેરા છે છતાં લોકોને કોઈ ડર નથી અને પોલ તોડી નાખ્યાં છે ચોરાઇ રહ્યા છે આ જ સ્થિતિ રહી તો આગામી પંદર દિવસમાં જ શહેરમાંથી પોલ ગાયબ થઈ જાય તો નવાઇ નહીં

