Vadodara

શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા શક્તિનગરમાથી અંગ્રેજી દારૂના આશરે 23,745ના મુદામાલ સાથે એક ઝડપાયો

દારૂ મંગાવી વેચનાર સ્થળ પર ન મળતા બાપોદ પોલીસે તપાસ હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 21

બાપોદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા ખોડિયારનગર નજીક આવેલા મુખીનગર પાસેના શક્તિનગર ખાતે મકાન નંબર 10મા દાદરા પાસેથી એક ઇસમને અલગ અલગ ત્રણ પ્લાસ્ટિકના કોથળામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ આશરે કુલ રૂ.23,475ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે શરાબ મંગાવી વેચનાર સ્થળ પર મળી ન આવતાં તેની બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાપોદ પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ તથા સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા ખોડિયારનગર પાસેના મુખીનગર નજીક આવેલા શક્તિનગર માં મકાન નંબર 10મા રહેતો સન્ની ઉર્ફે બાબલો અજીતભાઈ રાજમલ નામનો ઇસમ પોતાના ઘરના દાદર નીચે વિદેશી દારુનું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે છાપો મારતાં દાદરા પાસે એક ઇસમે પોલીસને જોઇ ભાગવાની કોશિશ કરતા તેને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રવિ શંકરભાઇ વસાવા હોવાનું જણાવ્યું હતું પોલીસે મકાનના દાદર નીચે તપાસ કરતા ત્રણ અલગ અલગ પ્લાસ્ટિકના વજનદાર કોથળા મળી આવ્યા હતા જેમાં અનુક્રમે 93નંગ બોટલ જેની કિંમત આશરે રૂ 10,695, બીજા કોથળામાંથી 48નંગ બોટલ જેની આશરે કિંમત રૂ 6,960 તથા ત્રીજા કોથળામાંથી 23નંગ બોટલ જેની આશરે કિંમત રૂ 6,090 મળીને જુદા જુદા બ્રાન્ડની કુલ 183નંગ બોટલ જેની અંદાજે કુલ કિંમત રૂ 23,745ની સાથે એકને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ કરતાં દારુનો જથ્થો સન્ની ઉર્ફે બાબલો અજીતભાઈ રાજમલ લાવ્યો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તે સ્થળ પર ન મળતાં તેની તપાસ હાથ ધરી સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top