
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો હતો જેમાં નશામાં ચૂર અસામાજિક તત્વોએ નવાયાર્ડને માથે લીધું હતું જેનાથી ત્રસ્ત થઈ સ્થાનિકોએ ફતેગંજ પોલીસને અસામાજિક તત્વોના આતંક વિશે જાણ કરી હતી જેના પગલે પોલીસ પીસીઆર વાન ત્યાં પહોંચી હતી ત્યારે અસામાજિક તત્વોએ પીસીઆર વાન પર પત્થરમારો કરતાં પીસીઆર વાનને નુકસાન થયું હતું. નશાખોરોને પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ પીસીઆર વાન પર પત્થરમારો કરતાં એક તબક્કે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. સમગ્ર મામલે ફતેગંજ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે