વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં એક બંધ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આવેલી એક બંધ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મોડી રાતે લાગેલી આગના કારણે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો બનાવ અંગેની જાણ ફાયર ફાઈટર્સને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ એટલી વિકરાળ બની હતી કે તેના ઉપર કાબુ મેળવવા માટે આઠથી દસ જેટલા ફાયર ફાઈટર્સ ની જરૂર પડી હતી. ફાયર વિભાગ દ્વારા લગભગ અઢી કલાકની સુધી જહેમત ઉઠાવવી પડી હતી. આ કંપની બંધ હાલતમાં હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.