Vadodara

શહેરના નબળા રાજકારણ પર પ્રદેશના હોદ્દેદારોનો દબદબો : કાર્યકરોમાં રોષ

યુનિટી માર્ચમાં પ્રદેશના લોકોએ સ્થાનિક કાર્યકરોને ધક્કા માર્યા

રેલીમાં પોતાનું અટેન્શન મેળવવા પ્રયાસ,સ્થાનિક કાર્યકરોની અવગણના

યુવા મોરચાના વિવાદિત પ્રમુખ પાર્થ પુરોહિતે પણ વોર્ડ પ્રમુખ અને કાર્યકરો સહિત કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા જોવા મળ્યા.

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

રાષ્ટ્રીય એકતા યાત્રા અંતર્ગત વડોદરામાં આયોજિત પદયાત્રામાં પ્રદેશમાંથી આવેલા હોદ્દેદારોનો દબદબો જોવા મળ્યો હતો. જ્યારે યુવા મોરચાના વિવાદિત પ્રમુખે પણ વોર્ડ પ્રમુખ કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા સાથે ઘણા કાર્યકરોને ધક્કે ચડાવતા કાર્યકરો રોષે ભરાયા હતા. સ્થાનિક કાર્યકરોની પદયાત્રામાં અવગણના થઈ હોવાની બૂમો ઉઠી હતી.

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સંદેશ સાથે યોજાયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા થઈ આગળ વધી હતી જો કે વડોદરામાં આયોજિત પદયાત્રા વખતે શિસ્તની કહેવાતી પાર્ટી ભાજપામાં અંદરો અંદર વિવાદ જોવા મળ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીના ઉપલક્ષમાં આયોજિત રાષ્ટ્રીય એકતા યાત્રાની આ પદયાત્રામાં પ્રદેશ કક્ષાએથી પણ હોદ્દેદારો જોડાયા હતા. જે હોદ્દેદારોએ પોતાની છબી ચમકાવવા માટે વડોદરાના કાર્યકરો સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું સાથે સાથે વડોદરા ભાજપાના યુવા મોરચાના અને વિવાદોના વંટોળમાં ઘેરાયેલા પ્રમુખ પાર્થ પુરોહિત પણ મહાનુભાવો સાથે ફોટો પડાવવા માટે કેટલાક વોર્ડ પ્રમુખ અને કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. આ ઉપરાંત કેટલાક કાર્યકર્તાઓને તો ધક્કા મારતા ભાજપાના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. બીજી તરફ ધીમે ધીમે આ પદયાત્રા આગળ વધવા લાગી હતી. તેમ તેમ આ રેલીમાં પોતાનું અટેન્શન મેળવવા પ્રયાસ કરનાર વિવાદિત પ્રમુખ પાર્થ પુરોહિતની તુમાખીથી પાંખી હાજરી જોવા મળી હતી. સ્થાનિક કાર્યકરોની અવગણના થતા બળાપો કાઢ્યો હતો.

Most Popular

To Top