શહેરના નિઝામપુરા, ન્યૂ સમારોડ તથા સયાજ તથા સયાજીગંજ વિસ્તારમાં ત્રણ લોકોને ગભરામણ, ઉલ્ટી ચક્કર ને કારણે એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસારહેરમા વિવિધ વિસ્તારો જેમાં પ્રથમ બનાવમાં શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં આવેલ પારુલ સોસાયટીમાં રહેતા મહેશભાઇ કેશવભાઇ ડાભી નામના આશરે 43 વર્ષીય વ્યક્તિને મંગળવારે રાત્રે 8:45 કલાકની આસપાસ અચાનક વોમિટીંગ, પેટમાં બળતરા, ગભરામણ ને કારણે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં દર્દી ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલાઘોડા સર્કલ નજીક મનોજ પ્રતાપભાઈ મારવાડી નામના 50 વર્ષીય આધેડને મંગળવારે ગભરામણ, ચક્કર, ઉલ્ટી થતાં તથા છેલ્લા ત્રણ દિવસથી ખવાતુ પણ ન હોય તેમને એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા બળવંતસિંહ સુરેન્દ્રસિંહ નામના 37 વર્ષીય વ્યક્તિને મંગળવારે ઉલટી,પેટમાં દુખાવો તથા ચક્કર આવતા તેઓને એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં દર્દી હાલ સારવાર હેઠળ અને ભાનમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણથી લોકો વિવિધ બિમારીઓના ભોગ બની રહ્યાં છે. અસહ્ય ઉકળાટને કારણે ચક્કર, ગભરામણ સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.