બાજવા ચોકડી પાસે એસ ટી બસના ચાલકે મોટરસાયકલ સવારને અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત
રોડ ઓળંગતી વિધ્યાર્થિનીને અજાણ્યા એક્ટિવા ચાલકે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત
મિત્ર સાથે સ્વાધ્યાયના ધાર્મિક કામ માટે નિકળેલા મોટરસાયકલ સવારને ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત
(પ્રતિનિધિ) વડોદરા તા. 15
શહેરના છાણી વિસ્તારમાં રહેતા વ્યક્તિને બાજવા ચોકડી પાસે બસે મોટરસાયકલ સવારને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી જે અંગેની છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ જ્યારે અમીતનગર સર્કલથી સમા તરફના માર્ગે એક ફોર વ્હીલર ચાલકે મોટરસાયકલ સવારને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત થયો જ્યારે કાશીવિશ્વનાથ મંદિરે દર્શન કરી બસ સ્ટેશન તરફ જતી વિધ્યાર્થિનીને એક્ટિવા ચાલકે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત થતાં પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં પ્રથમ બનાવમાં શહેરના છાણી ગામમાં આવેલા નારાયણ કુંજ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને છાણી વિસ્તારમાં આવેલા છાયાપુરીની બાજુમાં આવેલા કાર્ગો મોટર્સમાં ફરજ બજાવે છે જ્યારે તેમનો પુત્ર મિહિર મંજુસર માં ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે મિહિર ગત તા. 14 ફેબ્રુઆરી ના રોજ પોતાના ફરજ પર હતા તે દરમિયાન તેમના પિતાના મિત્રે ફોન કરીને મિહિરને જણાવ્યું હતું કે તેમના પિતા નોકરી પર પોતાની મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એચ-સી-0761 લઈ જતાં હતાં તે દરમિયાન જી.એસ.આર.ટી.સી.ની બસના ચાલકે અરવિંદભાઈ ને અડફેટે લેતાં તેઓને ઇજાઓ પહોંચી હતી અને તેઓને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેથી મિહીરભાઇ વડોદરા દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પિતા અરવિંદભાઈ ને વધુ સારવાર અર્થે સમા ના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં અરવિંદભાઈ આઇસીયુ વિભાગમાં બેભાન હાલતમાં હોય મિહિરભાઇએ જી.એસ.આર.ટી.સી.ની બસ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -18-ઝેડ-7361ના ડ્રાઇવર વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, શહેરના હરણીરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ નગર -01મા મકાન નંબર સી-23મા રહેતા આકાશ કલ્પેશભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને સમા ખાતે આવેલી વીવીયાના પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ફરજ બજાવે છે તેઓ ગત તા. 14ફેબ્રુઆરીના રોજ પોતાના મિત્ર હર્ષ વ્રજેશ શાહ સાથે પોતાની મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એલ એમ -9620 લઈ સ્વાધ્યાયના કામે ભક્તિ ફેરીમા હરણી મોતીભાઇ સર્કલથી સમા તરફ જતા હતા તે દરમિયાન અજીતનગર -2સામે રોડ ઓળંગવા માટે રાત્રે સવા નવ વાગ્યાના સુમારે ઉભા હતા તે સમયે સમા તરફથી એક ફોર વ્હીલર ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એફ ક્યુ -7564ના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી મોટરસાયકલ સવાર આકાશ તથા તેમના મિત્ર હર્ષને અડફેટે લેતાં આકાશભાઇને જમણા હાથના ખભે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે હર્ષને સામાન્ય ઇજા થઇ હતી જેથી આસપાસના લોકોએ આકાશભાઇને એમ્બ્યુલન્સ મારફતે અમીતનગર પાસેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને જમણા હાથના ખભામાં ફ્રેકચર થયું હોય તેમના મિત્ર હર્ષ શાહે ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા એક બનાવમાં, શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા જય ગણેશ સોસાયટીમાં મકાન નંબર 355મા નિશા મુકેશભાઇ જોશી પોતાના પરિવાર સાથે રહે છે અને એમ.એસ.યુનિવર્સિટીમા ટી.વાય.બી..કોમ.મા અભ્યાસ કરે છે તેઓ ગત તા. 07ફેબ્રુઆરીના રોજ કોલેજ જવા માટે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ પોતાના પિતાની મોટરસાયકલ પર નિકળ્યા હતા અને વિનાયક બસ સ્ટેશન પાસે તેઓ ઉતર્યા હતા જ્યાં બસને આવવાની વાર હોય તે સામે આવેલા કાશીવિશ્વનાથ મંદિર ખાતે દર્શન કરવા ગ ઇ હતી જ્યાં દર્શન કરી પરત બસ સ્ટેશન આવવા રસ્તો ઓળંગતી હતી તે દરમિયાન એક પૂરઝડપે આવેલી એક્ટિવા ચાલકે તેણીને અડફેટે લ ઇ અકસ્માત સર્જી ભાગી ગયો હતો બનાવની જાણ થતાં નિશાના પિતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત દીકરીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીને ડાબા પગના સાથળમાં ફ્રેકચર થયું હોય સારવાર બાદ ગત તા. 15 ફેબ્રુઆરીના રોજ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
