ગત તા. 06ફેબ્રુઆરીના રોજ પોતાના ગોત્રી સ્થિત નિવાસસ્થાને મોત નિપજ્યું હતું
શહેરના જાણીતા નિષ્ણાત તબીબ ડો.આર.બી.ભેસાણીયાના મોટાભાઇ રમેશભાઇ ભગવાનભાઇ ભેસાણીયા નું ગત તા. 06 ફેબ્રુઆરીના રોજ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા વ્રજરાજ સોસાયટી ના તેઓના મકાન નંબર ઇ-502 ખાતે હ્રદય રોગના હૂમલામાં કુદરતી રીતે મોત નિપજ્યું હતું જેથી તેમના મૃતદેહને અન્ય સગાઓના આગમન બાદ અંતિમક્રિયા કરવા સુધી શહેરના એસ.એસ.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો.
