Vadodara

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા એકતાનગરમા એક યુવકને ચાર ઇસમોએ માર માર્યો

એક ઇસમે યુવકને માથાના ભાગે હાથમાં પહેરેલું કડું મારતાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડાયો હતો

સમગ્ર મામલે ફતેગંજ પોલીસે ચાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 10

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા એકતાનગર પાસે આવેલા જૂના નર્મદા ક્વાટર્સ ખાતે બેઠેલા યુવક સાથે નજીવી બાબતે અપશબ્દો બોલી ચાર ઇસમોએ છૂટા હાથની મારામારી કરી હતી આ દરમિયાન એક ઇસમે હાથમાં પહેરેલું કડું યુવકને માથામાં મારતાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર મામલે યુવકની ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે ચારેય ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા વીએમસી ક્વાર્ટર ખાતે યશ કેતનભાઇ વાળંદ પોતાની માતા સાથે રહે છે અને કરોડિયા ખાતે આવેલા મસાણી માતાના મંદિર સામે ન્યૂ લૂક હેર સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગત તા. 09માર્ચે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ વિપુલ રાજપૂત,સાહિલ રાજપૂત,આદી રાજપૂત તથા પકોડીકાકા સાથે છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા એકતાનગર ખાતે જૂના નર્મદા ક્વાટર્સ કોલોની ખાતે બેઠા હતા તે દરમિયાન નજીવી બાબતે પકોડીકાકાએ યશ સાથે ગમેતેમ અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી જેથી યશે અપશબ્દો બોલવાની ના પાડતાં ત્યાં હાજર સાહિલ તથા આદી રાજપૂતે છૂટ્ટા હાથે યશને માર માર્યો હતો આ દરમિયાન વિપુલ રાજપૂત પણ પકોડી કાકાનું ઉપરાણું લઈને મારામારી કરી હતી આ ઝપાઝપી દરમિયાન સાહીલ રાજપૂતે હાથમાં પહેરેલું કડું યશને માથામાં મારતાં યશને ઇજા પહોંચી હતી તે સમયે યશનો મિત્ર હિતેશે આવીને યશને બચાવ્યો હતો જયારે બીજા એક મિત્ર કરણ પ્રજાપતિ ને ફોન કરતાં તે આવી ગયો હતો અને ઇજાગ્રસ્ત યશને પોતાના ટુ વ્હીલર પર એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયો હતો જ્યાં સારવાર બાદ યશ વાળંદે ચારેય ઇસમો વિરૂધ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top