Vadodara

શહેરના ચકલી સર્કલ પાસે બાઇક સવાર બે ઇસમોએ મંગેતરના પર્સની ચીલઝડપ કરી ભાગી ગયા

પર્સમાં મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 8,000, રોકડા રૂ.3,500 તથા આધારકાર્ડ, પાનકાર્ડ, ડેબિટ કાર્ડ,ઓરીજલ આર સી બુક સહિતની ચોરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 25

શહેરના માણેજા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા યુવકની મંગેતરનો ભાઇ આવ્યો હતો તેને રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાં બેસાડી યુવક પોતાની મંગેતર સાથે એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ચકલી સર્કલ નજીક પલ્સર મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ મંગેતરના પર્સની ચીલઝડપ કરી ભાગી ગયા હતા પર્સમાં મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 8,000, રોકડ રકમ રૂ 3,500 તથા આધારકાર્ડ પાનકાર્ડ ડેબિટ કાર્ડ ઓરીજલ આર સી પાસબુક સહિત કુલ 11,500ની ચોરી થયાની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માણેજા વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં મ.નં.બી-83 માં ધીરજકુમાર સંતોષકુમાર સીંગ પોતાની માતા સાથે રહે છે અને ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. ગત 24 ફેબ્રુઆરીના રોજ અટલાદરા ખાતે રહેતી તેમની મંગેતર ધ્રીતી અરવિંદ વોહરા નો ભાઇ આવ્યો હોય તેને મૂકવા માટે રેલવે સ્ટેશન ગયા હતા જ્યાંથી એક્ટિવા પર ધીરજ તેમના મંગેતર સાથે પરત રાત્રે બાર વાગ્યાની આસપાસ ઘરે જતા હતા તે દરમિયાન ચકલી સર્કલ થી નજીક પાછળથી પલ્સર પર આવેલા બે અજાણ્યા ઇસમોએ આવી મંગેતરના પર્સની ચીલઝડપ કરી ભાગી ગયા હતા તેઓની પાછળ અકોટા ડી માર્ટ થી કળશ સર્કલ સુધી પીછો કરવા છતાં તેઓ પકડાયા ન હતા મંગેતરના પર્સમાથી મોટોરોલા કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 8,000, રોકડા રૂ 3,500તથા આધાર કાર્ડ, પાનકાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ,એક્ટિવાની ઓરીજનલ આર સી બુક સહિત રૂ 11,500ની લૂટ અંગેની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top