અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીને નિશાન બનાવી અલગ અલગ સાઇઝના અને કિંમતના 83 વાલ્વની ચોરી કરી હોવાની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 26
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં આવેલા ક્રિશ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માંથી એક એન્જિનિયરિંગ કંપનીમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા અલગ અલગ સાઇઝ અને કિંમતના 83નંગ વાલ્વ જેની આશરે કિંમત રૂ 7,29,628ના મતાની ચોરી કરી ગયા હોવાની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં દિનપ્રતિદિન ચોરીના બનાવોએ હદ વટાવી છે.ઘરફોડ ચોરી,દુકાનો,ઓફિસોમા ચોરી ની ઘટનાઓ બાદ હવે દવાખાના અને ફેક્ટરીઓમા મટિરિયલની ચોરીના બનાવો બનવા લાગ્યા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વિઠ્ઠલનગર સોસાયટીમાં મકાન નંબર -36 માં રહેતા જૈમિન મિલનકુમાર પટેલે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ગોરવા વિસ્તારમાં આવેલા બી આઇ ડી સી માં આવેલા ક્રિશ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપની ધરાવે છે આ કંપનીમાં બહારથી વાલ્વ મંગાવવામાં આવે છે અને જરુરિયાત અને ડિમાંડ મુજબ તેના પર પ્રોસેસ કરીને વેચવામાં આવે છે ફેક્ટરીમાં ત્રણ બાજુએ ગેટ છે જેમાં ગત તા. 17માર્ચ સવારે ચાર વાગ્યાથી તા. 20માર્ચ દરમિયાન કોઇક અજાણ્યા તસ્કર દ્વારા અલગ અલગ સાઇઝ તથા અલગ અલગ કિંમતના વાલ્વ નંગ 83 જેની આશરે કિંમત રૂ 7,29,628 ના મુદામાલ જણાયેલ ન હોય ચોરી ગયાનું જણાતાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અહીં એક પાર્ટીને એસ એસ કપલર મોકલવાના હોય તપાસ કરતાં મળી આવેલ ન હતા જેથી ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામા ચેક કરતાં ગત 17 માર્ચે સવારે ચાર વાગ્યે તથા સાંજે એક ઇસમ અંદર ગેટથી ગેપમા થી અંદર પ્રવેશતો દેખાયો હતો તથા બીજા દિવસે પણ તે અંદર દેખાયો હતો જેથી એસ એસ વાલ્વ મટિરિયલની ચોરી થઇ હોવાનું જણાયું હતું જેના આધારે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
