Vadodara

શહેરના ગોરવા તથા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતેથી બે વાહનોની ચોરી


*ગત તા. 19 જાન્યુઆરીના રાત્રે અનમોલ નગર સોસાયટી પાસે રિધ્ધિ સિધ્ધિ ફ્લેટ પાછળ રોડની બાજુમાં ગોરવા ખાતે કાર પાર્ક કરી હતી*

*એસ.એસ.જી.હોસ્પિટલના સર્જીકલ બ્લોક પાસે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરાઈ*

(પ્રતિનિધિ) વડોદરા તા. 31

શહેરના બે અલગ અલગ સ્થળોએ જેમાં ગોરવા તથા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતેથી કાર તેમજ મોટરસાયકલ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાતા ગોરવા તથા રાવપુરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રથમ બનાવમાં શહેરના ગોરવા વિસ્તારમાં લક્ષ્મીપુરા રોડ ખાતેના અનમોલનગરમા મકાન નંબર -568મા રહેતા પિંકેશકુમાર રામનિહાલ યાદવ પોતાના પરિવાર સાથે રહે છે અને શહેરના વાસણારોડ ખાતે વૃંદાવન નર્સરી ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત તારીખ 19 જાન્યુઆરીના રોજ પોતાના મારુતિ ઇકો કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પીઇ-8407છે તે લઇને નર્સરી ખાતેથી પરત રાત્રે સાડા દશની આસપાસના સુમારે પોતાના અનમોલનગર સોસાયટી પાસે રિધ્ધિ સિધ્ધિ ફ્લેટ પાછળ રોડ પાસે કાર પાર્ક કરી હતી અને સૂઇ ગયા હતા. બીજા દિવસે તા. 20જાન્યુઆરીના રોજ સવારે સવા આઠ કલાકે પિંકેશકુમાર યાદવ પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જવા માટે નિકળ્યા ત્યારે પાર્ક સ્થળે કાર જણાઇ ન હતી જેથી તેઓએ આસપાસ તપાસ કરી હતી છતાં કાર ન મળતાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કારની આશરે કિંમત રૂ.2,00,000 ગણી શકાય. પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં, શહેરના દશામાં ચોકડી, ખોડિયાર સોસાયટી પાસે પૃથ્વી કોમ્પલેક્ષ ખાતે મકાન નંબર -એફ7મા રહેતા પૃથ્વીરાજ સુરેશભાઇ પરમાર નામનો 25 વર્ષીય યુવક પોતાના પરિવાર સાથે રહે છે અને અટલાદરા વિસ્તારમાં આવેલા ગોપીનાથજી ક્રેટા મોટર્સમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે તેમણે એપ્રિલ -2018મા હોન્ડા સાઇન મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એમ.સી.-9276 ખરીદી હતી જેનો ઉપયોગ તે નોકરી પર જવા આવવા કરતો હતો પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું.તેઓ ગત તા. 15ફેબ્રુઆરી,2024મા તેઓના ફુઆ મુકેશભાઇ રમણભાઇ પરમારે એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ હતા તેમની ખબર જોવા બપોરે ત્રણ વાગ્યે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ગયા હતા અને સર્જીકલ બ્લોક પાસે મોટરસાયકલ પાર્ક કરી હતી અને રાત્રે સવા નવ વાગ્યે પરત જ્યારે મોટરસાયકલ પાર્ક કરેલ જગ્યાએ આવી જોતાં મોટરસાયકલ જણાઇ ન હતી જેથી આસપાસ તપાસ કરી હતી પરંતુ મોટરસાયકલ રજી.નંબર જીજે -06-એમસી-9276 જેમાં આશરે ત્રણ લિટર પેટ્રોલ હતું મોટરસાયકલ જેની આશરે કિંમત રૂ. પાંત્રીસ હજાર કોઈ લોક તોડી ચોરી ગયાનું જણાતા આજદિન સુધી મોટરસાયકલ મળી ન આવતાં આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેથી રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top