Vadodara

શહેરના ગોત્રી વિસ્તારમાં બેડમિન્ટન રમતી સગીરાની પરપ્રાંતિય ઇસમ દ્વારા છેડતી

બેડમિન્ટન રમતી વખતે સગીરાની કોણી ઇસમને અડી જતાં તેણે સગીરાનો હાથ મચકોડીને શરીરના ભાગે હાથ ફેરવી છેડતી કરી હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 31

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા એક સોસાયટીમાં પોતાના ઘર પાસે રાત્રે બેડમિન્ટન રમતી સગીરાની કોણી ભાડેથી એકલા રહેતા પરપ્રાંતીય ને અડી જતાં તેણે સગીરાનો હાથ મચકોડીને શરીરના છાતીના ભાગે હાથ ફેરવી છેડતી કરી હતી અને સગીરાને ધક્કો માર્યો હતો જે અંગેની સગીરાના પરિજનો દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇસમને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રાજીવનગર -01મા રહેતા પરિવારની સગીર વયની દીકરી ગત તા.30 માર્ચ,2025 ના રોજ પોતાના સોસાયટીમાં રાત્રે આઠેક વાગ્યે બેડમિન્ટન રમતી હતી તે દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશના લખનૌ,કન્ધરતલા નૌબસ્તાનો વતની અને હાલમાં રાજીવનગર -01 માં ભાડેથી એકલો રહેતો આરોપી નામે રામવીર બ્રજમોહન ગૌતમને સગીરાની કોણી અડી જતાં રામવીર ગૌતમે અચાનક સગીરાનો હાથ પકડી મચકોડીને સગીરાના શરીરના છાતીના ભાગે જાતીય સતામણીના ભાગરૂપે હાથ ફેરવતા સગીરાએ શોર મચાવ્યો હતો જેથી પરિવારના સભ્યો અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન આરોપી રામવીર ત્યાંથી ભાગી ગયો હતો.પરિવારના સભ્યોએ સગીરાને પૂછતાં તેણે રડતાં રડતાં પોતાની સાથે બનેલી ઘટના અંગે જણાવતા સગીરાના પરિજનો દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં આરોપી રામવીર બ્રજમોહન ગૌતમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોત્રી પોલીસે પરપ્રાંતિય આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 115(1),75-1 ની પેટા કલમ-1 તથા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ 2012(પોક્સો) ની કલમ 12 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top