Vadodara

શહેરના ખારીવાવ રોડ સ્થિત સિધ્ધાર્થ એપાર્ટમેન્ટ પર બિન અધિકૃત રીતે મોબાઇલ ટાવર બનાવવા સામે સ્થાનિકોનો વિરોધ

ડો.ભેસાણીયાના એપાર્ટમેન્ટ ઉપર મોબાઇલ ટાવર ઉભું કરાતાં ભવિષ્યમાં સ્થાનિકોને જોખમ હોવાની ભીતિ સાથે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

શહેરના ખારીવાવ રોડ ખાતે ડો. ભેસાણીયા નું સિધ્ધાર્થ એપાર્ટમેન્ટ આવેલું છે અહીં તેઓ રહેતા નથી પરંતુ અહીં તે એપાર્ટમેન્ટ ઉપર મોબાઇલ ટાવર નું નિર્માણ થ ઇ રહ્યું હોય સ્થાનિકોને ત્યાં કામ કરતા શ્રમજીવીઓ તથા અન્ય લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે,આ ટાવર બિન અધિકૃત રીતે ઉભું કરવામાં આવી રહ્યું છે જેનો આજરોજ સ્થાનિકોએ એકત્રિત થઈ વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આ ટાવરને કારણે આસપાસના લોકોને ખતરો હોવાની દહેશત વ્યકત કરવામાં આવી હતી સાથે જ તેઓએ જણાવ્યું હતું કે,આ કામગીરી અંગે પાલિકાના અધિકારીઓ ને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ જવાબ કે કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ?શા માટે ડો.ભેસાણીયા પોતે જ્યાં રહે છે ત્યાં ટાવર નથી ઉભું કરાવતા? આજે જ્યારે પુલ, મોટી ઇમારતોના સ્ટ્રકચર થોડા સમયમાં ધારાશાયી થઇ જતાં હોય ત્યારે આ જૂના એપાર્ટમેન્ટ પર ટાવરથી ભવિષ્યમાં કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે?જેથી પાલિકા દ્વારા મોબાઈલ ટાવરની પરવાનગી ન આપી આ કામગીરી સત્વરે બંધ કરાવવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top