Vadodara

શહેરના ખખડધજ રોડ રસ્તાઓને કારણે શહેરની સૌથી મોટી દશામાંની પ્રતિમા વિસર્જન સમયે વચ્ચેથી તૂટી…

શહેરના ખખડધજ રોડરસ્તાઓ ને કારણે ઠેકરનાથ યુવક મંડળ દ્વારા સ્થાપિત સૌથી મોટી દશામાંની પ્રતિમા વિસર્જન સમયે વચ્ચેથી તૂટતાં માંઇભક્તોમાં દુખની લાગણી વ્યાપી

અષાઢ વદ અમાસથી શરૂ થતા દશામાંના વ્રતપર્વ પ્રારંભ ને લઇ ઠેકરનાથ યુવક મંડળ દ્વારા 25ફૂટ ઉંચી મૂર્તિને વાજતેગાજતે લાવવામાં આવી હતી

*શહેરમાં દશામાં ના દસ દિવસના ધાર્મિક પર્વની ઉજવણીમાં સૌથી મોટું આકર્ષણ દરવર્ષે ઠેકરનાથ યુવક મંડળ દ્વારા લવાતી દશામાંની પ્રતિમાઓનુ હોય છે કારણ કે સૌથી વિશાળ દશામાંની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે છે સાથે જ ખૂબ જ આકર્ષક ડેકોરેશન સાથે દસ દિવસ ખૂબ જ ભવ્ય રીતે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ અંદાજે 25 ફૂટ ઉંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. દરવર્ષે ઠેકરનાથ યુવક મંડળ દ્વારા દશામાંના આગમન તથા વિસર્જનમા હજારો શ્રધ્ધાળુઓ જોડાય છે. પ્રતિમાનું આગમન જેટલું ધમાકેદાર હોય છે જેને જોવા માટે ગધેડામાર્કેટ ચારરસ્તા થી મહાવીર હોલ ચારરસ્તા તથા સંગમ રોડપર માનવમહેરામણ ઉમટી પડે છે તે જ રીતે દશામાંના વિસર્જન સમયે પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે ગતરોજ દશામાંની પ્રતિમાને વાજતેગાજતે હરણી તળાવ ખાતે લ ઇ જવાઇ હતી જ્યાં ક્રેનથી પ્રતિમાને તળાવમાં વિસર્જન માટે નીચે ઉતારવામાં આવી તે જ સમયે દશામાંની પ્રતિમા કમરના ભાગેથી અચાનક તૂટી પડતા શ્રધ્ધાળુઓમાં દુખની લાગણી વ્યાપી ગઇ હતી સાથે જ કેટલાક શ્રધ્ધાળુઓ દ્વારા ખરાબ રોડરસ્તાઓ ને કારણે આ થયું હોવાનો બળાપો કાઢી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

Most Popular

To Top