Vadodara

શહેરના કાસમઆલા કબ્રસ્તાન પાસે કબીર હોટલમાં ચ્હા મંગાવવા બાબતે ઝઘડામાં બે લોકોનો છરીથી જીવલેણ હૂમલો

એક ઇસમે છાતીના ભાગે અને બીજાએ પેટના ભાગે છરીના ઘા ઝિક્યા

સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 07

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમ આલા કબ્રસ્તાન પાસે આવેલી કબીર હોટલમાં ચ્હા પીવાની બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે ઝઘડામાં એક વ્યક્તિ પર બે ઇસમોએ છરીથી હૂમલો કરી ઝપાઝપી કરતાં એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમ આલા કબ્રસ્તાન,શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે રહેતા આસીફ સૌકતખાન પઠાણ પોતાના પરિવાર સાથે રહે છે અને ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે તે ગત તા.06 એપ્રિલ ના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ ચિસ્તિયાનગર નવાયાર્ડ ખાતે રહેતા મિત્ર આલમ પઠાણ સાથે કાસમ આલા કબ્રસ્તાન સામે આવેલી કબીર હોટલમાં ચ્હા મંગાવી હતી જે બાબતે બંને મિત્રો વચ્ચે વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન સાદાબ નામનો ઇસમ ત્યાં ઉભો હતો જેણે ચ્હા મંગાવવા બાબતે આસિફ અને આલમ સાથે ઝઘડો કરી આસિફને અને આલમ ને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો જેથી ત્યાં અન્ય લોકોએ બંનેને મારથી બચાવ્યા હતા એટલી વારમાં સાદાબે પોતાના ભાઇ સમીરને મારામારી થઈ રહી હોય તેમ ફોનથી જણાવી બોલાવી લીધો હતો આ સમીરે આવીને બોલાચાલી કરી હતી દરમિયાન આસીફનો ભાઇ મંગળ બજારથી ઘરે જતો હોય તે ઝઘડો થતાં જોઇ ત્યાં આવી ગયો હતો અને બંનને છોડાવવા વચ્ચે પડ્યો હતો તે દરમિયાન સાદાબે સોહેબને છાતીના ભાગે છરી મારી દીધી હતી તથા સમીરે સોહેબને પેટના ભાગે છરી મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સોહેબને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહી નિકળતાં આસિફ અને આલમ સોહેબને મોટરસાયકલ પર એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાં સોહેબની સારવાર હાલ ચાલી રહી છે ત્યારે સમગ્ર મામલે આસિફે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સાદાબ અને સમીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top