સ્વામિનારાયણ મંદિર ના ગેટ નજીક કચરો તથા વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ અંગે તંત્ર નું મૌન?

(પ્રતિનિધિ) વડોદરા તા. 11
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા હરણી રોડ સ્થિત શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ની બહાર જ કચરાના ઢગલા તથા આડેધડ રીતે ગેરકાયદેસર વાહનો પાર્ક કરાતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છતાં મંદિર પ્રશાસન, વડોદરા મહાનગરપાલિકા તેમજ ટ્રાફિક શાખા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
શહેરમાં એક તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે સાથે જ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં દંડાત્મક કાર્યવાહી કરાઇ રહી છે પરંતુ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ના મુખ્ય દરવાજા નજીક રોડ પર આડેધડ અને ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવી રહ્યાં છે સાથે જ ગેટની બહાર જ કચરાના ઢગલા હોય છે જે આ મંદિરનો કચરો અહીં બહાર ફેંકી દેવામાં આવી રહ્યો છે તદ્પરાંત મંદિરના કંપાઉન્ડ પાસે જે રીતે ગેરકાયદેસર રીતે ગેરેજ દુકાનોના ખડકલા જોવા મળી રહ્યાં છે ત્યારે પાલિકા તંત્ર અને સંલગ્ન વિભાગ દ્વારા શા માટે અહીં કાર્યવાહી કરવામાં આવતી નથી? એક તરફ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે કહેવત પણ છે કે ‘સ્વચ્છતામા જ પ્રભુ વાસ કરે છે ‘ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ભાષણોમાં સ્વચ્છતા ની વાતો કરે છે ત્યારે મંદિરના મુખ્ય ગેટ બહાર જ કચરાના ઢગ, ગેરકાયદેસર વાહન પાર્કિંગ કેટલું યોગ્ય છે? મંદિરના કંપાઉન્ડ ની દિવાલ સાથે ગેરેજ અને લારીઓવાળા દબાણો કરી રહ્યા છે તે કોની પરવાનગી થી આ દબાણો કરી રહ્યા છે? સ્વામિનારાયણ મંદિર પ્રશાસન દ્વારા મુખ્ય ગેટની બહાર તારની વાડ ઉભી કરી છે તેની પાસે જ કચરાના ઢગલા કરવામાં આવી રહ્યાં છે અહીં યોગ્ય રીતે પાર્કિંગ ન કરાવતા અહીં આવતા ભક્તો પણ આડેધડ પોતાના વાહનો પાર્ક કરે છે સાથે જ અહીં ઓટો રિક્ષા પણ આડેધડ રીતે પાર્ક કરવામાં આવતી હોય છે મોટાભાગે અહીં વાહનો માટે સુનિશ્ચિત પાર્કિંગ ની જગ્યા થી બહાર પીળા પટ્ટા બહાર સુધી લોકો આડેધડ રીતે વાહનો પાર્ક કરતા વાહનદારીઓને હાલાકી વેઠવી પડે છે સાથે જ કોઈ ઇમરજન્સી સંજોગોમાં ઇમરજન્સી વાહનોને પણ અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે શું પાલિકા તંત્ર દ્વારા મંદિર પ્રશાસનને ગંદકી માટે દંડ કરશે? અહીં ગેરકાયદેસર ટ્રાફિક તેમજ લારી ગલ્લાઓના દૂષણ દૂર કરાશે?