શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક ધી ન્યૂ ઇરા ગર્લ્સ સ્કૂલ પાસેથી રખડતાં પશુ (ગાય) ને પકડી લાલબાગ ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યા
( પ્રતિનિધિ) વડોદરા તા. 31
વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર શાખા દ્વારા ગત તા.26 માર્ચના રોજ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક આવેલા ધી ન્યૂ ઇરા ગર્લ્સ સ્કૂલ સામેના મેઇન રોડ પરથી રખડતાં પશુ (ગાય) ને પકડી લાલબાગ સ્થિત ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યું હતું.આ રીતે ઇરાદાપૂર્વક રખડતાં પશુ મૂકનાર ગૌપાલક વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં રખડતાં ઢોરનો પ્રશ્ન ગંભીર બન્યો છે.શહેરના ઘણા વિસ્તારોમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે થોડાક દિવસો પહેલા ઉંડેરા કોયલી રોડ પર આવેલા ઝવેરપુરા ભારત પેટ્રોલ પંપ સામે મોપેડ લઈને જતી બે સંતાનોની માતા સુરેખાબેન ગણપતભાઇ સોલંકી નામનો મહિલાને સવારે આઠ વાગ્યે ગોત્રી પોતાની ફરજ પર જવા નિકળ્યા હતા તે દરમિયાન રખડતાં પશુની અડફેટે ઇજાઓ પહોંચી હતી જેમાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું તેમ છતાં વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પૂરતા સ્ટાફ સાથે રખડતાં પશુઓથી લોકોની સુરક્ષા અંગે ગંભીરતાથી કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પશુપાલકો દ્વારા ઇરાદાપૂર્વક રખડતાં પશુઓ છોડી મૂકવામાં આવે છે ત્યારે ગત તા. 26 મી માર્ચના રોજ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીકના ધી ન્યૂ ઇરા ગર્લ્સ સ્કૂલ સામેના મેઇન રોડ પરથી વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર શાખાના કેટલપોંડ સુપ્રિટેન્ડેન્ટ નરેન્દ્રસિંહ જશરાજ સિંહ ઝાલા તથા સુપરવાઇઝર ભવાની સિંહ કનોજીયા તથા સ્ટાફ સાથે પોલીસ કર્મીની હાજરીમાં એક રખડતાં પશુ (ગાય)ને પકડી પાડી લાલબાગ ઢોર ડબ્બામાં મૂકવામાં આવી હતી ત્યારે આ પશુના માલિક માંજલપુરના કેદારધામ ખાતે રહેતા લાલાભાઇ સાજણભાઇ ભરવાડ પશુને છોડાવવા આવ્યા હતા જેથી તેમની સામે ઇરાદાપૂર્વક જાહેર માર્ગ પર રખડતાં પશુ મૂકીને રાહદારીઓ અને વાહનદારીઓ માટે જોખમ ઉભું કરવા વિરુદ્ધ તેમજ જાહેર સેવકની કામગીરીમાં અવરોધ ઉભો કરવા બદલ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.