દુર્ગાષ્ટમી નિમિત્તે માતાજીને વિવિધ શણગાર કરવામાં આવ્યો હતો

વહેલી સવારથી જ માંઇ ભક્તોએ મંદિરમાં પૂજા કરી દર્શનનો લાભ લીધો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા. 05
શનિવારે ચૈત્ર સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી નિમિત્તે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા બહુચરાજી રોડ સ્થિત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક બહુચરાજી માતાના મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું .

શનિવારે ચૈત્રી નવરાત્રિ ના ચૈત્ર સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી નિમિત્તે શહેરના વિવિધ માંઇ મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ માંઇ ભક્તોએ પણ પોતાના ઘરે હવનનું આયોજન સાથે જ કેટલીક જગ્યાએ કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા બહુચરાજી રોડ સ્થિત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ માતાજીને વિવિધ શણગાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું અહીં આઠમના રોજ અનુષ્ઠાન હવન કરવામાં આવ્યું હતું વર્ષોથી પંચાલ સમુદાયના લોકો દ્વારા ચૈત્રી નવરાત્રિ ના અષ્ટમી તિથિએ હવનમાં યજમાન તરીકે પૂજા કરી હતી વર્ષોથી ચાલતી પ્રણાલી મુજબ આ વર્ષે પણ પંચાલ સમાજના જોડાઓ દ્વારા હવનમાં પૂજા,હવન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંદિરના પૂજારી બિરેન મહારાજ તથા રવિ પૂજારીએ જણાવ્યું હતું કે, પંચાલ સમાજ દ્વારા ચાલતી આ પ્રણાલી આગળ પણ ચાલતી રહેશે શનિવારે આઠમ નિમિત્તે મંદિર સવારથી રાત સુધી માંઇ ભક્તોના દર્શન માટે ખુલ્લું રહેશે.સવારથી માંઇ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા.
