Vadodara

શહેરના કલાલીથી વડસર બ્રિજ તરફના માર્ગે ખિસકોલી સર્કલ નજીક સવારથી ટ્રાફિક જામ

શહેરના કલાલીથી વડસર બ્રિજ તરફના માર્ગે એટલે ખિસકોલી સર્કલથી અટલાદરા અને મકરપુરા તથા અક્ષરચોક તરફ જવાના માર્ગે સવારથી ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે નોકરી પર જતાં નોકરિયાત વર્ગ અને અન્ય રાહદારીઓ,વાહનદારીઓ ટ્રાફિક જામમાં અટવાયા હતા સાથે જ સ્થાનિક રહીશોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અહીં ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાનો ન હોય અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. મકરપુરા ઔધોગિક એકમ આવેલું હોવાથી તેમજ અહીં અટલાદરા, અક્ષરચોક થી જૂના પાદરા રોડ, વડસર, મકરપુરા જવાનો માર્ગ હોય ખિસકોલી સર્કલ પાસે સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે સાથે જ આ ટ્રાફિક ને કારણે અવારનવાર અકસ્માત પણ થતાં હોય છે. અહીંથી ભારદારી ડમ્પરો ની પણ અવરજવર રહે છે થોડા સમય પહેલા ડમ્પરથી એક આધેડનું મૃત્યુ નિપજ્યું હતું તદ્પરાંત નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. જ્યારે કોઇ અકસ્માતની ઘટના બને તેના બે ચાર દિવસ અહીં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ફરીથી પરિસ્થિતિ જૈસે થે ની થાય છે જેના કારણે ખિસકોલી સર્કલ નજીક અવારનવાર સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે.અહી નજીકમાં જ સાંઇબાબા વિધ્યાલય, કેમિકલ કંપની આવેલી છે નજીકમાં બાપ્સની મોટી હોસ્પિટલ ઉપરાંત કેટલીક ઓફિસો હોય દરરોજના લોકોની અવરજવર વધુ રહેતી હોય છે.અહી સ્થાનિકો માટે ટ્રાફિક ની સમસ્યા માથાના દૂખાવો સમાન બની છે સાથે જ અકસ્માત ની ભીતિ પણ સેવાઇ રહી છે ત્યારે આજે સવારથી અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો.

Most Popular

To Top