મુંબઈમાં આ વર્ષે ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે શ્રીજીની પ્રતિમાઓની માંગ સામે પ્રતિમાઓ ઓછી તૈયાર થઇ છે
માટીની, ઇકોફ્રેન્ડલી તથા પીઓપીની પ્રતિમાઓના ભાવમાં 15થી 25%નો ભાવવધારો રહેવાની શક્યતા
મહારાષ્ટ્ર બાદ જો શ્રીજીઉત્સવ બીજે ધામધૂમથી અને ખૂબ મોટા પ્રમાણમાં ઉજવાતો હોય તો તે છે ગુજરાતના સંસ્કારી નગરી વડોદરા શહેરમાં. વડોદરામાં ગણેશોત્સવની તૈયારીઓ ઘણાં સમયથી શરૂ થઇ જતી હોય છે. ગણેશ મંડળો દ્વારા મોટી શ્રીજીની પ્રતિમાઓ કે જે પ્રતિમાઓ જાહેર મોટા પંડાળોમા બિરાજમાન થતી હોય છે તેના ઓર્ડર આપીને મૂર્તિકારો પાસેથી તૈયાર કરાવે છે તો બીજી તરફ લોકો પોતાના ઘરોમાં પણ હવે માટીની અને ઇકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી શ્રીજીઉત્સવ ઉજવે છે. ત્યારે શહેરના કલાભવન મેદાન ખાતે મુંબઇ તથા વડોદરામાંથી તૈયાર થયેલી માટીની, ઇકોફ્રેન્ડલી, પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) ની શ્રીજીની પ્રતિમાઓના સ્ટોલ લાગી ગયા છે. વેપારીઓ ના જણાવ્યા અનુસાર અહીં એક ફૂટથી લ ઇ ત્રણ ફૂટ સુધીની માટીની, ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ છે સાથે જ પીઓપીની મોટી એટલે કે ત્રણ થી દસ ફૂટ સુધીની પ્રતિમાઓ આવી ગ ઇ છે જેમાં 35 થી 40% પ્રતિમાઓના બુકિંગ પણ થઇ ગયા છે. આ વખતે માટીની પ્રતિમાઓ રૂ.1500 થી 6000સુધીની છે. મુંબઇ થી પ્રતિમાઓ વેપારીઓ દ્વારા લવાઇ છે જેમાં સિધ્ધિવિનાયક, મૂષક પર સવારી કરતા શ્રીજી, ભગવાન શંકર સાથે તો શંકર અને પાર્વતી સાથે પણ શ્રીજીની પ્રતિમાઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ વર્ષે મુંબઈમાં વરસાદને કારણે જરુરિયાત સામે ઓછી પ્રતિમાઓ બની છે કારણ કે વરસાદી પાણી ભરાઇ જતાં મૂર્તિકારોને તકલીફ પડી સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન, રો-મટિરિયલ,કલર ,મજૂરી વિગેરેને કારણે મૂર્તિઓની થોડી અછત જોવા મળી છે સાથે જ 15 થી 15% સુધી ભાવવધારો પણ થયો છે છતાં કલાનગરીમા શ્રીજી ઉત્સવના થનગનાટ થી વેપારીઓ નિશ્ચિંત અને ખુશ જણાયા છે.