નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર મકરપુરા જીઆઈડીસીમાં માં આવેલી કંપનીમાં ફરજ પર ગયો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 05
શહેરના કપૂરાઇ ખાતે રહેતા મૂળ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામના વતની નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં ફરજ પર તા.05 એપ્રિલના રોજ સવારે ગયો હતો અને સાંજના આઠ વાગ્યાની આસપાસ તેને કપૂરાઇ બ્રિજ થી વાઘોડિયા બ્રિજ વચ્ચે અજાણ્યા વાહન ટક્કરે તેની મોપેડને અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડતાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામના વતની અને હાલમાં શહેરના કપૂરાઇ ખાતે આવેલા અક્ષર ટેનામેન્ટમા ચીમનભાઈ ભયજીભાઇ પરમાર પોતાના પત્ની અને પુત્ર સાથે રહે છે તેઓ વડોદરા ગ્રામ્ય પોલીસમાં એ.એસ.આઇ.તરીકે નિવૃત્ત જીવન વીતાવે છે તેમનો પુત્ર સની પરમાર મકરપુરા જીઆઈડીસીમાં આવેલી સનરાઇઝ કંપનીમાં ડિઝલ મિકેનિક તરીકે ફરજ બજાવતો હતો તેના માટે ચીમનભાઇએ એક પ્લેઝર ટુ વ્હીલર ખરીધ્યું હતું જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એલ ડી-7838 છે.ગત તા. 04 એપ્રિલ,2025 ના રોજ સની પરમાર રાબેતામુજબ સવારે સાડા નવ વાગ્યે સની પરમાર પોતાની નોકરી પર ટુ વ્હીલર લઈને ગયો હતો જ્યાં સાંજના આઠ વાગ્યાની આસપાસ સની પરમારના મોબાઇલ ફોનથી કોઇએ તેના પિતા ચિમનભાઇ ને જણાવ્યું હતું કે સુરત થી અમદાવાદ તરફના ને.હા.નં48 પરના કપૂરાઇ બ્રિજ થી વાઘોડિયા બ્રિજ વચ્ચે ફોન વાળા વ્યક્તિને અજાણ્યા વાહને અડફેટે લેતાં તે રોડ પર પડ્યો છે તેને 108 મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ લઇ ગયા છે જેથી ચીમનભાઇ પોતાના પત્ની સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તાત્કાલિક વિભાગમાં સની પરમાર ને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ જણાઇ હતી તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર મામલે ચીમનભાઇએ કપૂરાઇ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
