Vadodara

શહેરના ઓ.પી.રોડ કપીલ ટાવરમા આવેલી કપડાંની દુકાનમાંથી રોકડ તથા સામાન સહિત રૂ.89,800ના મતાની ચોરી

સમગ્ર મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં વેપારી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 08

શહેરના જૂના પાદરા રોડ ખાતે કપીલ ટાવરમા આવેલી મીસ્ટર પરફેક્ટ નામની કપડાંની દુકાનમાંથી દુકાનનું શંકરનું તાળું તોડી તસ્કરો રોકડ રકમ તથા અન્ય સામાન મળીને આશરે કુલ રૂ 89,800ની મતાની સાફસૂફી કરી ફરાર થઇ ગયા હોવાની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અટલાદરા નારાયણ વાડી નજીક માય ફેર સનરાઇઝ ખાતે રહેતા મૂળ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદના વતની ભરતકુમાર શાંતિલાલ રાય રહે છે અને શહેરના જૂના પાદરા રોડ ખાતે આવેલા કપીલ ટાવરમા જી-1,2મા મીસ્ટર પરફેક્ટ નામની કાપડની દુકાન ચલાવે છે.ગત તા. 29 માર્ચના રોજ સવારે દુકાનમાં કામ કરતા જયવીર નટવરસિંહ રાણા નામના કર્મચારીએ સવારે અગિયાર વાગ્યાની આસપાસ ભરતકુમાર ને ફોન કરી દુકાન ખુલ્લી હોવાનું જણાવ્યું હતું જેથી ભરતભાઇ દુકાન પર દોડી આવ્યા હતા જ્યાં દુકાનના શટરનુ તાળું તૂટેલું હતું અને શટર અડધું ખુલ્લું જોવા મળ્યું હતું દુકાનમાં કપડાં અસ્તવ્યસ્ત પડેલા હતા દુકાનના કાઉન્ટરમાથી રૂ.25,000ચોરાયા હોવાનું જણાયું હતું ત્યારબાદ બીલ મુજબ દુકાનનો સ્ટોક વેરિફાઇ કરતા દુકાનમાંથી જીન્સ,શર્ટ,ટી શર્ટ, ટ્રાઉઝર્સ,અંડર ગારમેન્ટ્સ, મોજાં,વુડલેન્ડ ના બેલ્ટ,પર્સ, મળીને આશરે રૂ. 64,800 મળીને આશરે કુલ રૂ 89,800ના મતાની ચોરી થઇ હોવાની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top