Vadodara

શહેરના એસ ટી ડેપો અને સિટી બસ સ્ટેશન પરથી મોબાઇલ તફડાવનાર આરોપી ઝડપાયો

સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

(પ્રતિનિધિ) વડોદરા તા. 19

શહેરના નટરાજ સર્કલ પાસે ચોરીનો મોબાઇલ ફોન વેચવા ફરતા ઇસમને સયાજીગંજ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી પૂછપરછ કરતાં ઇસમે સેન્ટ્રલ બસ ડેપો તથા સિટી બસ સ્ટેશન ખાતેથી ભીડની તકનો લાભ લઈ મોબાઇલ ની ચોરી કરી હોવાનું કબુલતા સયાજીગંજ પોલીસે મુદામાલ કબજે કરી ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક ઇસમ જે નટરાજ સર્કલ પાસે ચોરીના બે મોબાઇલ ફોન વેચવા માટે ઉભો હોવાનું જાણવા મળતાં પોલીસે ઇસમને ઝડપી પાડી મોબાઇલ ફોનના કાગળો અંગે પૂછપરછ કરતાં તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો જેથી તેને વધુ પૂછપરછ કરતાં ઇસમનું નામ અલ્લારખા અબ્દુલભાઇ શેખ હોવાનું તથા તે શહેરના આજવારોડ ખાતે આવેલા એકતાનગર મસ્જિદ પાસે તથા બાવામાનપુરા પાણીગેટ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું વધુ પૂછપરછમાં ગતરોજ વહેલી સવારે આશરે ત્રણેક વાગ્યાના અરસામાં વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપોમા બસમાં ચઢતા મુસાફરના ખિસ્સામાંથી રેડમી નોટ 8મોડેલનો ફોન જેની આશરે કિંમત રૂ 15,000ચોરી લીધો હતો તથા બીજો એમ -11મોડેલનો મોબાઇલ ફોન જેની અંદાજે કિંમત રૂ 15,000ગત તા.25 જાન્યુઆરીના રોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ સિટી બસ સ્ટેશન ખાતેથી ભીડભાડ વચ્ચે મુસાફરના ખિસ્સામાંથી ચોરી લીધો હોવાનું કબૂલ્યું હતું આમ સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં આશરે કુલ રૂ.30,000ની કિંમતના બે મોબાઇલ ફોન સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top