છેલ્લા એક અઠવાડિયાથી એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર હેઠળ હતા અને સોમવારે ડિસ્ચાર્જ બાદ ઘરે આવ્યા હતા
મૃતક ડાયાબિટીસ તથા હ્રદયના વાલ્વની બિમીરીથી પિડિત હોવાનું જાણવા મળ્યું છે
(પ્રતિનિધિ) વડોદરા તા.14
શહેરના આજવારોડ ખાતે આવેલા કમલાનગર પાસે રહેતા વ્યક્તિ ડાયાબિટીસ તથા હ્ર્દય સંબંધિત બિમારીથી પીડાતા હોય છેલ્લા એક અઠવાડિયાથી એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર હેઠળ હતા અને ગત સોમવારે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોતાના ઘરે હતાં જ્યાં ગત તા.14મી નવેમ્બરના રોજ તેઓની અચાનક તબિયત લથડતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ લઇ આવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના આજવારોડ વિસ્તારમાં આવેલા કમલાનગર પાસે સાહસ પાર્કમાં રહેતા અજીતસિંહ બળવંતસિંહ ચૌહાણ નામના આશરે 44વર્ષીય વ્યક્તિ છૂટક ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓના પરિવારમાં પત્ની,બે બાળકો પિતા તથા ભાઇ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા તેઓ ડાયાબિટીસ તથા હ્રદયના વાલ્વ સંબંધિત બિમારીથી પિડિત હતા અને પગમાં સોજા આવી જતાં એક અઠવાડિયા અગાઉ એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર બાદ ગત સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જેથી તેઓ ઘરે હતાં જ્યાં ગત તા.14મી નવેમ્બરના રોજ સાંજે સવા ત્રણ ની આસપાસ તેમની તબિયત લથડતાં પરિજનોએ એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબોએ અજીતસિંહ ને મરણ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.