Vadodara

શહેરના આજવારોડ ખાતે રખડતાં ઢોર છોડાવવા માંગણી કરનાર પશુ પાલક સામે ફરિયાદ

વડોદરા મહાનગરપાલિકાના ઢોર શાખાના કેટલ પોન્ડ સુપરવાઇઝર તથા ટીમે આજવારોડ થી રખડતાં પશુને પકડી ખટંબા ઢોર ડબ્બામાં મૂક્યું હતું

(પ્રતિનિધિ) વડોદરા તા. 28

વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર પાર્ટી દ્વારા સુપરવાઇઝર તથા તેમની ટીમ સાથે આજવા ચારરસ્તા મેઇન રોડ પરથી રખડતાં પશુઓને પકડી ખટંબા સ્થિત ઢોરવાડા ખાતે મૂક્યા હતા જેમાં પોતાના પશુને છોડાવવા આજવારોડના પશુપલક દ્વારા માંગણી કરી કામગીરીમાં અવરોધ કરવા સામે સુપરવાઇઝરે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં દિનપ્રતિદિન રખડતાં પશુઓ જોવા મળે છે અગાઉ પણ રખડતાં પશુઓને કારણે કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા તો કેટલાકના ઘરમાં કમાનાર વ્યક્તિ કાયમી ખોડખાંપણ નો ભોગ બન્યા છે.ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકાર ને રખડતાં પશુઓના નિયંત્રણ માટે ફટકાર લગાવી હતી ત્યારબાદ પાંચ મહાનગરોમાં કેટલ પોલીસીના અમલ માટે નીતિ બનાવવામાં આવી હતી પરંતુ વડોદરા શહેરમાં કોઇપણ નીતિ ફક્ત કાગળ પૂરતી સીમિત રહી હોય તેમ જણાય છે.શહેરના તરસાલી, સોમા તળાવ, છાણી,સમા, હરણી, બાપોદ, આજવારોડ, સહિતના વિસ્તારોમાં દિનપ્રતિદિન રખડતાં પશુઓનનો ત્રાસ ટેક્ષ ભરતી જનતાને ઉઠાવવાનો વારો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર પાર્ટી દ્વારા જ્યારે પણ રખડતાં પશુઓ ને પકડવા નિકળે છે ત્યારે પશુપાલકો ભેગા મળીને મોટરસાયકલ પર સીસોટીઓ અને બુમરાણ મચાવી પશુઓને રોડ પર આડેધડ દોડાવી લોકો માટે જોખમ ઉભું કરી ભયનું વાતાવરણ સર્જી પોતાના પશુઓને બચાવી લ ઇ જાય છે.ઘણીવાર ઢોર પાર્ટીના કર્મીઓ પર હૂમલો કરી પોતાના રખડતાં પશુઓને છોડાવી લઈ જાય છે આમ પશુપાલકોના યુનિટી અને ત્રાસને કારણે પાલિકા તંત્ર અને પોલીસ વિભાગ તટસ્થ કાર્યવાહી ન કરતાં શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ વધ્યો છે.ત્યારે વડોદરા મહાનગરપાલિકાનાં દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર પાર્ટીના સુપરવાઈઝર અરવિંદભાઇ તથા ટીમ ગત તા.23ફેબ્રુઆરીના રોજ રખડતાં પશુઓને પકડવા માટે નિકળ્યા હતા તે દરમિયાન બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આજવા ચારરસ્તા મેઇન રોડ ખાતેથી રખડતાં પશુઓને પકડી ખટંબા સ્થિત ઢોરવાડ ખાતે મૂક્યા હતા આ પશુઓમાં એક પશુના માલિક આજવારોડ ગોકુળ નગરમાં રહેતા ભરત દેવાભાઇ ભરવાડ પોતાના પશુને છોડાવવા માટે જરૂરી પૂરવાઓ સાથે અરજી કરી માંગણી કરી હતી.આ કેસમાં પશુ માલિક ભરતભાઇએ ઇરાદાપૂર્વક પોતાના પશુને રખડતાં મૂકી વાહનદારીઓ,રાહદારીઓને શારીરિક ઇજાઓ અથવા મોત નિપજાવે તે માટે છોડી દીધું હોય તથા ગુન્હાહિત માનસિકતા સાથે જાહેર સેવકોને શારીરિક હાનિ પહોચાડી શકે તેમ હોય પશપાલક સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં એફ આઇ આર નોંધાવી છે.

Most Popular

To Top