(પ્રતિનિધિ) વડોદરા તા. 26
શહેરના અલવાનાકા વિસ્તારમાં એક પરિણીતાએ પતિ પત્નીના ઝઘડામાં આવેશમાં આવી જઈ ફિનાઇલ ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા વિશ્વામિત્રી પોલીસ ચોકી સામે રહેતાં અલ્પાબેન કરણસિંહ સોલંકી નામની પરિણીતાએ કોઇક બાબતે પતિ સાથે ઝઘડો થતાં લાગી આવતાં આવેશમાં આવી જ ઇ પોતાના ઘરે ગત તા.25મી ડિસેમ્બરના રોજ બપોરે સવા એક વાગ્યાની આસપાસ ફિનાઇલ ગટગટાવી લેતાં બેશુદ્ધ બની ગયા હતા જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.અલ્પનાબેનના પતિના જણાવ્યા મુજબ,તેઓના અલ્પના બેન સાથે સવાએક વર્ષ પહેલા લગ્ન થયા હતા પરિવારમાં તેઓ પત્ની,માતા પિતા ભાણી સાથે રહેતા હતા અને પાનપડીકીની દુકાન તથા બે શાળાઓમાં વાનમાં સ્કૂલ વરધી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે છેલ્લા બે દિવસથી પત્ની સાથે જમવાનું તથા અન્ય બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો ગતરોજ ઝઘડો થયો હતો જેમાં લાગી આવતાં આવેશમાં આવી જઈ ફિનાઇલ ગટગટાવી લીધું હોવાનું જણાવ્યું હતું.બનાવને પગલે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે