(પ્રતિનિધિ) વડોદરા તા. 16
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા, ટ્રાફિક સિગ્નલ તેમજ વી.એમ.ડી.ડિસ્પ્લે જંક્શન બોક્સમાથી અલગ અલગ કંપનીની બેટરીની ચોરી થયાની શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી જેમાં વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે સમગ્ર મામલે ટેક્નિકલ, હ્યુમન સોર્સીસ તથા સીસીટીવી ફૂટના આધારે શંકાસ્પદ ઇસમો પર નજર રાખીને વોચ ગોઠવી હતી તે દરમિયાન અકોટા ગામ થી તાંદલજા તરફ જતી એક ઓટો રિક્ષાને ઝડપી પાડી તપાસ કરતાં ઓટો રિક્ષા ચાલક ઝાહિર ઉર્ફે કાલિયા હુસૈનભાઇ મલેક (રહે.નવાવાસ, અકોટા ગામ) તથા પાછળ બેઠેલા યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઇ મલેક (રહે.મઢ ફળિયું, નવીનગરી, તાંદલજા ગામ) ને ઝડપી પાડી તપાસ કરતાં ઓટોરિક્ષામાથી અલગ અલગ કંનીઓની નાની મોટી 30નંગ બેટરી જેની કિંમત રૂ 1,50,000 મળી આવી હતી જેના કાગળ,બીલ જણાયાં ન હતાજેથી વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે બંનેની સઘન પૂછપરછ કરતાં તેઓએ શહેરના સીસીટીવી કેમેરા ટ્રાફિક સિગ્નલ પર ની બેટરીની ચોરી કરી હોવાનું તથા ઓટો રિક્ષા મારફતે બેટરી લ ઇ ભંગારમાં વેચી દીધી હોવાનું જણાવ્યું હતું જેથી બંનેએ ચોરી કરીને ભંગારમાં વેચેલી 147 નંગ બેટરી તથા 30એમ કુલ 177નંગ બેટરી તથા અન્ય મળીને 216બેટરી ઓટો રિક્ષા મળીને આશરે કિંમત રૂ10,80,000 નો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બીજી તરફ છાણી કેનાલ પાસે ઝૂંપડામાં રહેતા પપ્પુભાઇ લાખાભાઇ દેવીપૂજક ને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડી તપાસ કરતાં ઝૂપડામાથી સીસીટીવી કેમેરા ટ્રાફિક સિગ્નલ તેમજ ડીસ્પલે સપ્લાયની ચોરાયેલી 10 બેટરી જે એક્ટિવા મારફતે ચોરતો હોય મળી આવી હતી જેથી એક્ટિવા સાથે 10બેટરી મળીને કિંમત રૂ 1,25,000નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે આ ઇસમે ચોરી કરેલી બેટરી જૂદા જૂદા લોકોને વેચી હોય તેઓ પાસેથી વધુ 29નંગ બેટરી શોધી કાઢી હતી કુલ રૂ.12, 05,000ના મુદામાલ સાથે ત્રણ રીઢા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
