Vadodara

શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પર્વની રંગે ચંગે ઉજવણી થવાની હોય ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં આવતા એવા પાણીગેટ વિસ્તારમાં આજરોજ ડીસીપી અભિષેક ગુપ્તા ની આગેવાનીમાં પોલીસનો ફૂટ પેટ્રોલિંગ સાથે જ વાહન ચેકિંગ કરવામાં આવ્યું. શહેરમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે પોલીસ ખડે પગ પોતાની ફરજ નિભાવી રહી છે. ત્યારે શહેરના અતિ સંવેદનશીલ પાણીગેટ મોગલ વાળા બાવા માન પુરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડીસીપી એસીપી પીઆઇ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

Most Popular

To Top