યુવતીને એક સેવાભાવી મહિલાએ એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરી,જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 020
શહેરના અટલાદરા વિસ્તારમાં એકલવાયું જીવન જીવતી એક યુવતીએ પોતાના પુરુષ મિત્ર સાથેના ઝઘડામાં લાગી આવતાં પોતાના હાથના કાંડાની નસ પર બ્લેડ મારતાં તે ઇજાગ્રસ્ત થઇ હતી જેને સેવાભાવી મહિલા દ્વારા એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં તેણીને હાથમાં સાતની આસપાસ ટાંકા લેવામાં આવ્યા હતા અને સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આજના મોર્ડન યુગમાં લોકો નશાખોરી તથા ત્યારબાદ એકલવાયું જીવન વ્યતીત કરતા થયા છે સાથે જ પશ્ચિમી દેશોના આંધળા અનુકરણને અપનાવી કુંવારા યુવક યુવતીઓ અજાણ્યા લોકો સાથે મિત્રતા તથા લગ્નેતર સંબંધો સુધી પહોંચી ગયા છે તો ઘણાં લોકો લિવ ઈન રિલેશનશીપ માં જોવા મળી રહ્યાં છે પરંતુ આપણા સમાજમાં આ પશ્ચિમી પ્રથાનો સ્વિકાર હજી થયો નથી ત્યારે આવા યુવા યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ એક સ્થળે ભાડેથી એકલવાયું જીવન વ્યતિત કરતી અંદાજે 34 વર્ષીય યુવતી ને છેલ્લા કેટલાક સમયથી એક પરણિત પુરુષ સાથે મિત્રતા હતી અને તે પુરુષ તેને કેટલાક સમયથી એવોઇડ કરતો હતો જેથી યુવતીએ તેને મળવાનું નક્કી કર્યું હતું અને ગત તા. 19 મી જાન્યુઆરીના રોજ બંને વચ્ચે રિલેશનશીપના મુદ્દે તકરાર થઇ હતી જેથી યુવતીને લાગી આવતાં તેણે પોતાના હાથના કાંડા પરની નસ પર બ્લેડ મારી લેતાં ઇજાગ્રસ્ત થ ઇ હતી. આ યુવતીની મદદે કોઈ ન આવતા એક સેવાભાવી મહિલાએ તે ઇજાગ્રસ્ત યુવતીને એસ.એસ.જી.હોસ્પિટલમા પહોંચાડી હતી જ્યાં તે ઇજાગ્રસ્ત યુવતીને હાથમાં સાતથી વધુ ટાંકા આવ્યા હતા સારવાર બાદ યુવતીને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવતી સારા ઘરની હતી પરંતુ તે અગાઉ તેની સાથેના એક બનાવ બાદ ડ્રગ્સ અને નશાના રવાડે ચઢી ગઇ હતી જેથી પરિવારે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી જેથી યુવતી છેલ્લા ઘણાં સમયથી એકલવાયું જીવન જીવતી હતી અને તે એક પરણિત પુરુષ સાથે મિત્રતામાં હતી જે વાતની જાણ પુરુષ મિત્રના પત્નીને થઈ જતાં તેણે આ રિલેશન તોડવા પતિ પર દબાણ કર્યું હતું જેથી પુરુષમિત્ર આ યુવતીને મળ્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો થતાં આ પગલું યુવતીએ ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
