Vadodara

શહેરના અકોટા ગામના નાકા પરથી ધારદાર છરો લઈ ફરતો ઇસમ ઝડપાયો

આશરે દસ ઇંચ ની લંબાઇ ધરાવતા પ્લાસ્ટિકના હાથાવાળો ધારદાર છરો કમરના ભાગે લટકાવી ફરતો હતો ઇસમ અગાઉ પણ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 25

શહેરના અકોટા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અકોટા ગામના નાકે શકમંદ ઈસમને કોર્ડન કરી તેની તપાસ કરતા ઇસમના કમરના ભાગેથી પ્લાસ્ટિકના કેસરી રંગના હાથાવાળો ધારદાર દસ ઇંચનો છરો લટકાવી ફરતા ઇસમને ઝડપી પાડી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરની અકોટા પોલીસ સોમવારે મધરાતે પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોણા એક વાગ્યે રામપુરા વુડાના મકાનની બહાર અકોટા ગામના નાકા પાસે શકમંદ હાલતમાં ઉભેલા એક ઇસમને કોર્ડન કરી ઝડપી પાડી તેની તપાસ કરતા તેણે પોતાનું નામ સૈફ ઉર્ફે બોબી મહેબુબખાન પઠાણ પોતે અકોટા રામપુરા વુડાના મકાનમાં બ્લોક નં.11, મકાન નં.36 માં રહેતો હોવાનું જણાવ્યું હતું તેની અંગ જડતી કરતા તેના કમરના ભાગેથી એક દસ ઇંચ લંબાઇ ધરાવતું પ્લાસ્ટિકના કેસરી હાથો ધરાવતો ધારદાર છરો મળી આવ્યો હતો આ અંગે પોલીસે તેને પૂછતાં આરોપી કોઇ જવાબ આપી શક્યો ન હતો જેથી તેની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.સૈફ નામનો ઇસમ અગાઉ અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે અકોટા પોલીસે પકડાયેલા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top