Vadodara

શહેરનાં મકરપુરા વિસ્તારમા મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, ભૂવામાં કાર ફસાઇ, JCBની મદદથી બહાર કઢાઈ…

વરસાદ તો રોકાયો પણ ભૂવા પડવાનું યથાવત

વડોદરામાં ચોમાસાની ઋતુ બાદ હજુ રોડ-રસ્તા પર પડતા ભૂવાઓએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ચોમાસાની શરૂઆત પહેલાથી શરૂ થયેલો સિલસિલો આજદિન સુધી ચાલું રહ્યો છે. સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. શહેરના મકરપુરા વિસ્તારમાં કાર ભૂવામાં ખાબકતા ચાલકનો જીવ તાળવે ચોંટયો હતો અને કારને JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

આજે શહેરના મકરપુરા વિસ્તારમાં બરોડા ડેરીથી સુશીન સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગે રસ્તે મોટો ભુવો પડયો છે. વાહનોથી સતત ધમધમતા આ રોડ પર ભુવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. હાલ વરસાદ નથી છતાં ભુવો પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ ભુવામાં કાર ખાબકતા . JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
આ અંગે સામાજિક આગેવાન અતુલ ગમેચીએ જણાવ્યું હતું કે, વડોદરા એ સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ બનાવેલ ભુવાનગરી. હાલમાં બરોડા ડેરીથી સુસેન સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર પડયો છે. આ ભુવો વહેલી સવારે પડયો છે, અહીંયાથી પસાર થતાં એક બહેનને ગાડી આમાં પડતા બચી છે અને ઈજાઓ થતાં પણ બચી છે.
વધુમા કહ્યું કે, વડોદરા શહેરના અધિકારીઓ અને સત્તાધીશો વડોદરા શહેરને સ્માર્ટ કહીને ઉલ્લુ બનાવી રહ્યા છે. જાણવા મુજબ આ દંડકનો વોર્ડ છે અને દંડકનો હું અપીલ કરું છું કે, એક શ્રીફળ રસ્તા ઉપર હોમે જેથી કરીને ભુવાના પડે. આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત છે અને માત્ર ખાડા પૂરવા ખાતર જ પૂરી દે છે. વડોદરામાં અધિકારીઓ અને પદ અધિકારીઓ સંકલન કરીને કામ કરે અને આ વડોદરા નગરીને ભુવા નગરીનું નામ ખતમ કરે.

Most Popular

To Top