ભજીયા પાર્ટી માટે ખાસ કારીગર રોક્યો અને કાઉન્ટર લગાવ્યા
મેયર સહિતના પદાધિકારીઓએ ભજીયા ની જયાફત માણી

વડોદરા શહેરમાં શહીદ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી હતી આ વખતે શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા ભજીયાની પાર્ટી કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો ભજીયાની પાર્ટી માટે કારીગર રોકવામાં આવ્યો અને કાઉન્ટર પણ લગાવવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં શિસ્તની કહેવાથી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત શિસ્તનો ભંગ કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ સમગ્ર દેશમાં અને વડોદરા શહેરમાં પણ શહીદ દિવસની મનાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભજીયાની પાર્ટી કરવામાં આવી હતી ભજીયા ની પાર્ટી માટે સ્પેશિયલ કારીગર રોકવામાં આવ્યો હતો અને સાથે જ એક કાઉન્ટર પણ લગાવવામાં આવ્યું હતું વડોદરા શહેર ભાજપના નામાંકિત ચેહરાઓ ભજીયાની જયાફત માણતા જોવા મળ્યા હતા. લાલ કોટની સામે આ કાઉન્ટર લગાવવામાં આવ્યું હતું. જેમાં કાઉન્સિલર થી માંડીને કાર્યકર્તાઓ મેયર સહિતના તમામ પદ અધિકારીઓએ શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપીને ભજીયાની પાર્ટી કરી હતી. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેને લઈને લોકોમાં પાલિકાના હોદ્દેદારો પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે.

