શનિ એ ન્યાયના દેવતા છે, નીતિ,ધર્મ અને સત્યના માર્ગે ચાલનારને શનિની સાડાસાતી હોવા છતાં રાજયોગની પ્રાપ્તિ થાય છે માટે એ લોકોએ ડરવાની જરૂર નથી
શનિની મોટી પનોતી ત્રણ રાશિઓ પર ચાલી રહી છે જેમાં કુંભ,મીન અને મેષ રાશિના જાતકોએ શનિ જયંતી નિમિત્તે ઉપાસના કરવી હિતાવહ
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
આ વર્ષે શનિ જયંતીને લઈને અસમંજસ ભરી સ્થિતિ છે પરંતુ શનિ જયંતી વૈશાખ વદ અમાસ એટલે કે તા.27 મે ને મંગળવારે શનિ જયંતી મનાવવામાં આવશે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મંગળવારે વૈશાખ વદ અમાસની ઉદયાત તિથિને ધ્યાનમાં લેવામાં આવશે.શનિ એ ન્યાયના દેવતા ગણવામાં આવે છે સાથે જ નવ ગ્રહોમાં શનિદેવ કર્મોના ફળદાતા છે. શનિદેવના પિતા સૂર્યદેવ છે અને માતા છાયા છે. કાગડો એ શનિદેવનુ વાહન છે.આ વર્ષે તા.26-05-2025 ને સોમવારે બપોરે ક.12:13 મિ.સુધી ચૌદશ તિથિ છે ત્યારબાદ દિવસે અને રાત્રે તથા બીજા દિવસે મંગળવારે સવારે 08:33 કે.સુધી અમાસ તિથિ છે માટે ઘણા શનિ મંદિરોમાં સોમવારે શનિ જયંતી મનાવવામાં આવશે.પરંતુ ઉદયાત અમાસ તિથિ ધ્યાનમાં લેતાં મંગળવારે શનિ જયંતી રહેશે.શનિ ગ્રહને એક રાશિ ચંદ્ર પૂર્ણ કરવા માટે 30વર્ષ લાગે છે.શનિ ગ્રહને ત્રીજી, સાતમી તથા 10મી દ્રષ્ટિ છે. શનિની મોટી અને નાની પનોતી ગણાય છે. અત્યારે શનિની મોટી પનોતી ત્રણ રાશિઓમાં ચાલે છે. જેમાં ગત 29 માર્ચથી શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરતાંની સાથે મેષ (અ.લ.ઇ.) રાશિની સાડાસાતી નો પ્રથમ તબક્કો અઢી વર્ષ માટે માથેથી લોઢાના પાયે પસાર થાય છે. જેના કારણે આર્થિક અને શારીરિક કષ્ટ અપાવે સાથે જ મોટી દોડધામ પણ કરાવી શકે છે. કુંભ (ગ.શ.સ.)રાશિમાં શનિની પનોતીનો ત્રીજો તબક્કો પગેથી પસાર થાય છે રૂપાના પાયે જેના કારણે માનસિક ચિંતા પરિતાપ રખાવે જ્યારે મીન (દ.ચ.ઝ.થ) રાશિમાં શનિની પનોતીનો બીજો તબક્કો છાતીએથી સોનાના પાયે પસાર થતા માનસિક અને શારીરિક રીતે તકલીફ અપાવે છે.
સાથે જ નાની પનોતી સિંહ (મ.ટ.) ને લોઢાના પાયે શારીરિક કષ્ટ કરાવે જ્યારે ધન (ભ.ફ.ઢ.ધ) નાની પનોતી લોઢાના પાયે ચિંતાદાયક ગણાય.
શનિ મહારાજ મકર (ખ.જ.) રાશિના જાતકો માટે,વૃષભ (બ.વ.ઉ.) તથા મિથુન (ક.છ.ઘ) રાશિના જાતકો માટે રાજકર્તા યોગ આપી રહ્યા છે જેના કારણે આ ત્રણ રાશિઓના જાતકોના ઉંધા કામ પણ છતાં થઈ જાય. કુંભ (ગત.શ.સ.) રાશિને શનિની સાડાસાતી નો છેલ્લો તબક્કો ઉતરતો હોય ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ જેમ કે મોટા મૂડીરોકાણ ન કરવા,વાહન ધીમે ચલાવવું,વાહન ચલાવતા વિશેષ કાળજી રાખવી.આ રાશિના જાતકોએ મદિરાપાન, જુઠ્ઠું બોલવાથી બચવું.શનિ જયંતી નિમિત્તે તથા આડે દિવસે પણ શક્ય હોય તો લોખંડની વસ્તુઓ,કાળા તલ,અડદ,કાળી છત્રી નું દાન કરવું સાથે જ ગાય અને કાગડાને ખવડાવવું, હનુમાન ચાલીસા પાઠ કરવા,શનિ યજ્ઞ, ઉપાસના, પૂજા કરવી હિતાવહ છે.
*ન્યાયના દેવતા નીતિ,ધર્મ, સત્યના માર્ગે ચાલનારને નડતાં નથી માટે ડરવાની જરૂર નથી*

શનિ મહારાજ એ ન્યાયના દેવતા છે સાથે જ શનિ રાજયોગકર્તા પણ છે.શનિની પનોતી ઘણા જાતકોના ભાગ્યોદય પણ કરે છે.શનિદેવ ન્યાય,ધર્મ અને સત્યતા પર ચાલનારા જાતકોને સાડાસાતી પનોતી કોઇપણ તબક્કામાં અને કોઇપણ પાયે ચાલતી હોય તેમ છતાં રાજયોગ આપે છે માટે આવા જાતકોને ડરવાની કોઈ જરૂર નથી પરંતુ જાગૃતિ લોકોમાં આવે તે રીતે સચોટ માહિતીથી માહિતગાર કરવાની જરૂર છે.શનિદેવ લોખંડ, અગ્નિ,ટ્રાન્સપોર્ટેશન, વાહનો, પેટ્રોલિયમ વસ્તુઓ,પશુઓના વેપારી, સિવિલ થી માંડીને સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો અને વાસણના વેપાર સાથે સંકળાયેલા લોકો માટે વેપારના અધિદેવતા હોવાથી શનિ જયંતીએ વિશેષ પૂજા ઉપાસના કરવી
ગુરુજી વિજયભાઇ શાસ્ત્રીજી -માલસર
*શનિ જયંતીએ દાનનું વિશેષ મહત્વ*
શનિ જયંતી નિમિત્તે દાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે સાથે જ પનોતીની મોટી અસરથી રાહત મળે છે દાખલા તરીકે સૂડીનો ઘા સોયથી ટળી જાય છે માટે લવિંગ,કાળા તલ,કાળા અડદ, સિંદુર, સરસવ, ચમેલીના તેલનું દાન કરવું, સ્ટીલની ચીજવસ્તુઓ અને વાસણો,કાળા ધાબડા,કાળા રંગની શાલ, પગરખાં,કાળી છત્રી નું દાન કરવું,ગૌમાતા, કાગડાને,કાળા કૂતરાને ખવડાવવું.જે લોકોની જન્મકુંડળીમાં શની ચંદ્રનો વિષયોગ હોય, શ્રાપિત દોષ હોય, સુર્ય શનીનો વિષયોગ હોય, શનિ મંગળનો અંગારક યોગ હોય, આ બધા અશુભ યોગમાંથી કોઈપણ એક યોગ હોય તો પણ શની જયંતીના દિવસે ઉપવાસ રહેવું.શનિની ઉપાસના કરવી યજ્ઞમાં આહુતિ આપવી.