Shinor

શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક છોટુભાઈ પટેલની 104મી જન્મ જયંતીની ઊજવણી

શિનોર : શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી પૂજ્ય શ્રી છોટુભાઈ એમ. પટેલ બાપુજીની 104 ની જન્મ જયંતી મેડિકલ ચેકઅપ કેમ્પ અને આરોગ્ય કર્મચારીઓની સ્વાસ્થ્ય કૌશલ્ય ક્ષમતા સુદ્રઢ કરવાના વિવિધ કાર્યક્રમો અને ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ જેવા સેવા કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

શીનોર તાલુકામાં ગ્રામ્ય પ્રજાજનોના ઉત્કર્ષ માટે આરોગ્ય શિક્ષણ અને સામાજિક તેમજ ગ્રામ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ છેલ્લા 31 વર્ષ કરતા વધુ સમયથી શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંસ્થાના સ્થાપક દ્રષ્ટિ શ્રી છોટુભાઈ એ પટેલ બાપુજીની 104 મી જન્મ જયંતિ તારીખ પાંચમી ઓગસ્ટ દરમિયાન હોય ઓગસ્ટ માસના પ્રથમ અઠવાડિયામાં વિવિધ સેવા કાર્યો થકી ઉજવણી કરવામાં આવી. તારીખ પાંચમી ઓગસ્ટના દિવસે શ્રી છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સામુહીક આરોગ્ય કેન્દ્ર મોટા ફોફળિયામાં સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરા ના સૌજન્યથી વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ યોજવામાં આવ્યો હતો.

જેમાં કુલ 251 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો ખાસ હૃદય રોગ માટે સૌથી વધુ વ્યક્તિઓ આવી .જેમાં ઇસીજી અને ઇકો મશીન તપાસ કરવામાં આવી હતી જરૂરિયાત મંદ દર્દીઓને વધુ સારવાર માટે તારીખ આપી બોલાવવામાં આવેલ છે આ ચેકઅપ દરમિયાન બે સર્જરી પણ કરવામાં આવી હતી. મોટા ફોફળિયાની હોસ્પિટલના તેમજ શિનોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસંત કરેલા આરોગ્ય કર્મચારીઓની સ્વાસ્થ્ય કૌશલ્ય ક્ષમતાને શુદ્ધ કરવા આરોગ્ય વિષય પોસ્ટર બનાવી તેમાં આરોગ્યના સંદેશા નું સર્જન કરી જનજાગૃતિ લાવવા પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં 10 આરોગ્ય કર્મચારીઓ ભાગ લીધો હતો. સાથે સાથે મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની દર્દીઓ સાથેની સારવાર માટેના કૌશલ્ય જ્ઞાન ક્ષમતા સુદ્રઢ કરવા કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિનોર તાલુકાના 50 કરતા વધુ ટીવીના દર્દીઓને પોષણ મળી રહે તે માટે લાયન્સ ક્લબ ઓફ કારેલીબાગ વડોદરા ના સહયોગથી પ્રોટીન પાવડર સીંગદાણા ગોળ મગ ચોખા વગેરેની સામગ્રી ધરાવતી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન કાળજી રાખવા અને નિયમિત દવા સારવાર ચાલુ રાખવા માટે મા શપથ લેવડાવવામાં આવ્યા હતા. શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક દ્રષ્ટિ પૂજ્ય બાપુજીએ કંડારેલી સેવા કાર્યોની કેડી પર જન્મ જયંતી નિમિત્તે અનેક સેવા કાર્યો કરવા સંસ્થાના ટ્રસ્ટીઓ અને કાર્ય કરો પ્રોત્સાહિત થઈ કટિબદ્ધ બનેલ છે…

Most Popular

To Top