Vadodara

શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ (ચાંદીપુરા) થી વધુ એક 6વર્ષીય બાળકીનું મોત



*હાથીખાના વિસ્તારની છ વર્ષીય નું મોત થતાં શહેરમાં બીજી બાળકીનું મોત*

*SSGHપિડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો સારવાર હેઠળ છે જેમાંથી 2 ની હાલત ગંભીર હોવાથી પીઆઇસીયુ માં, જ્યારે 6 વોર્ડમાં દાખલ હતા*


(પ્રતિનિધિ) વડોદરા તા. 04


મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ શહેરની એસ.એસ.જી.હોસ્પિટલમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીના જિલ્લામાંથી 34 કેસો નોંધાયા છે જેમાંથી 19 માસૂમ બાળકોના મોત નિપજ્યા છે,6 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 8બાળ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં 2 બાળકોની હાલત ગંભીર હોવાથી પિડિયાટ્રિક વિભાગના પીઆઇસીયુ માં સારવાર હેઠળ છે. જ્યારે 6 બાળદર્દીઓ વોર્ડમાં સારવાર હેઠળ છે ત્યારે શહેરના હાથીખાના વિસ્તારની છ વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જો કે બાળકીનો ચાંદીપુરા નો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું હોસ્પિટલ ના તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના ગોત્રી વિસ્તારની ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણોને કારણે મોત બાદ શહેરમાં આ બીજો બનાવ હાથીખાના વિસ્તારની છ વર્ષીય માસૂમના મૃત્યુનો બનવા પામ્યો છે જેના પગલે પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

સમગ્ર રાજ્યમાં શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ (ચાંદીપુરા) વાયરસે નિર્દોષ બાળકોને પોતાના સકંજામાં લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે રાજ્ય સરકાર તથા જિલ્લા પ્રશાસન દોડતું થયું છે

Most Popular

To Top