બાળકનો રિપોર્ટ સોમવારે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે*
*હાલમાં બે બાળકો પી.આઇ.સી.યુ.મા સારવાર હેઠળ જ્યારે એકને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યુ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 06
ચોમાસાની ઋતુમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વાયરલ એક્યૂટ એનકેફેલાઇટિસ ના લક્ષણો ધરાવતા ત્રણ બાળ દર્દીઓ હાલ શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર હેઠળ છે ત્યારે રવિવારે વધુ એક કેસ કરજણ થી એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે જેનો રિપોર્ટ સોમવારે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં છેવાડાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં જેમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં શંકાસ્પદ વાયરલ એક્યૂટ એનકેફેલાઇટિસ ના લક્ષણો બાળકોમાં જોવા મળી રહ્યાં છે. જેમાં હાલમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ત્રણ બાળ દર્દીઓ જેઓ આઠ મહિના થી આઠ વર્ષ સુધીના છે તેઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં બે બાળ દર્દીઓ હાલમાં આઇ.સી.યુ.મા સારવાર હેઠળ છે જ્યારે અન્ય એક બાળક કે જે ગત સપ્તાહે પી.આઇ.સી.યુ.(PICU)મા દાખલ કરવામાં આવ્યું હતું તેને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. જેને લઇને રાજ્યમાં આરોગ્યની ટીમો સતર્ક થઈ છે.એક્યૂટ એનકેફેલાઇટિસ આ રોગ સામાન્ય રીતે સેન્ડફ્લાય નામની માખીથી ફેલાય છે. કાચા અથવા માટીના, છાણ માટીથી લીપેલા કાચા મકાનો,તબેલા પાસે જોવા મળે છે.
ત્યારે કરજણથી એક નવ માસના બાળકમાં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસના લક્ષણો હોય તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે જેના રિપોર્ટ માટે સેમ્પલ સોમવારે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 16 જૂન થી પંચમહાલના હાલોલ સહિત 4 બાળકો, દાહોદના 5 બાળકો, મધ્યપ્રદેશના 2 બાળકો, મહિસાગર જિલ્લામાંથી -1, ભરુચ માંથી 1, વડોદરા થી 1 અને પાદરા ખાતેથી 1 બાળક મળીને કુલ 15 બાળકોમાં એક્યૂટ એનકેફેલાઇટિસ ના લક્ષણો જણાયા હતા જેમાંથી આઠ બાળકોના મોત નિપજ્યાં છે અને 7 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જેમાં 2 ને ડિસ્ચાર્જ કરાયાં છે. કુલ ચાર બાળદર્દીઓમાથી શનિવારે રિયાન નામના ઝાલોદના બાળકનું મોત નિપજ્યું હતું જ્યારે બે બાળ દર્દીઓ PICU માં સારવાર લઈ રહ્યાં છે જ્યારે એક ને વોર્ડમાં શિફ્ટ કરાયું છે.ત્યારે કરજણ થી વધુ એક નવ માસના બાળકમાં શંકાસ્પદ એક્યૂટ એનકેફેલાઇટિસ હોય સારવાર આપવામાં આવી રહી છે.