દાહોદ: ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના સીમલીયા ગામની 24 વર્ષીય પરણીતાએ પોતાના પતિ દ્વારા કરાતી મારકૂટ, ઝઘડા અને જાનથી મારી નાખવાની ધમકીઓથી પરેશાન થઈ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાયલબેન કિશોરીના લગ્ન 12-03-2023ના રોજ લલિતભાઈ પારસિંગભાઈ કિશોરી સાથે થયા હતા. શરૂઆતના એક મહિનામાં પતિનું વર્તન સારું રહેલું, પરંતુ બાદમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડા, અપમાન અને મારપીટ કરવાનું શરૂ થયું હતું.
વારંવારના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાઈને પાયલબેન પોલીસ સ્ટેશન પહોંચી હતી. દાહોદ મહિલા પોલીસે પતિ લલિતભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 85, 115(2), 351(2) અને 352 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.