Vadodara

વ્યાજખોર પાસેથી 25%ના વ્યાજે લીધેલા રૂ.3,75,865 ની સામે 11,75,800ની ચૂકવણી છતાં 33લાખની માંગણી કરનાર વ્યાજખોર સામે ફરિયાદ

વ્યાજખોરે ફોર વ્હીલર અને બે મોટરસાયકલ વ્યાજ સામે લઇ લીધાં

લેબર કોન્ટ્રાકટર ને વ્યાજે નાણાં લેવાની ભારે કિંમત ચૂકવવી પડી છતાં છૂટકારો ન મળ્યો, આખરે પોલીસના શરણે

(પ્રતિનિધિ) વડોદરા તા. 24

*શહેરના લેબર કોન્ટ્રાકટરને ધંધાના કામે નાણાંની જરૂરિયાત ઉભી થતાં ઓળખીતા પાસેથી 25%ના વ્યાજે રૂ.3,65,877ની રકમ લીધા બાદ તબક્કાવાર રૂ. 11,75,800ચૂકવી દીધા હોવા છતાં લેબર કોન્ટ્રાકટર પાસેથી વ્યાજની માંગણી કરી ફોર વ્હીલર,બે બાઇક લઇને પણ રૂ.33,00,000ની માંગણી કરનાર વ્યાજખોરથી ત્રસ્ત થઈ આખરે લેબર કોન્ટ્રાકટરે વ્યાજખોર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મહાદેવ તળાવ પાસે રહેતા મયુરભાઇ ભૈયાભાઇ પાટીલ લેબર કોન્ટ્રાકટર તરીકે પિતા સાથે કામ કરે છે તેઓ વર્ષ -2017મા લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા અને શહેરના વાડી શનિદેવ મંદિર સામે રહેતાં પ્રદિપ હરિશ્ચંદ્ર ગાયકવાડના પરિચયમાં આવ્યા હતા. પ્રદિપ હરિશ્ચંદ્ર ગાયકવાડ વ્યાજે નાણાં ધીરધાર કરતા હોય તેઓ જરૂર પડે ત્યારે પ્રદિપ હરિશ્ચંદ્ર ગાયકવાડ પાસેથી નાણાં લેવડદેવડ કરતા હતા જેથી ધંધાના કામે જરૂર પડતાં મયુરભાઇ પાટીલે વર્ષ -2021મા 21-10-2021માબપોરે પોણા ત્રણ વાગ્યે વન 25%ના વ્યાજથી રૂ. 25001 લીધા હતા ત્યારબાદ તા.12-12-2022 માં બપોરે અઢી વાગ્યે તુટક તુટક મળી કુલ રૂ. 3,65,875લીધા હતા જે પ્રદીપ ગાયકવાડે ફોન પે એપ્લિકેશન થકી આપ્યા હતા જેના સિક્યુરિટી પેટે પ્રદિપ ગાયકવાડને મયુરભાઇએ તેમના પિતાના સેન્ટ્રલ બેન્ક ના ખાતા નં 3625150203 ના ચાર કોરા ચેક સહીં કરેલા આપ્યા હતા તથા મયુરભાઇ ના બેંક ઓફ બરોડા ના એકાઉન્ટ નંબરના ત્રણ કોરા ચેક સહીં સાથે લીધા હતા જે તે સમયે રૂપિયા લીધા હતા તે અને ચેક આપ્યા બાબતનું લખાણ કર્યું ન હતું ત્યારબાદ મયુરભાઇ એ તબક્કાવાર વ્યાજ સહિતની રકમની ઓનલાઇન તેમજ રોકડ રકમની ચૂકવણી કરી અત્યાર સુધીમાં રૂ. 3,65,875 સામે રૂપિયા 5,75,800ઓનલાઇન પેટે તેમજ જૂન -2022મા રોકડા રૂપિયા 1,00,000 તથા ઓક્ટોબર મહિનામાં રૂ.2,00,000 અને જાન્યુ -2023મા 3,00,000 કુલ રૂ. 11,75,800ચૂકવી દીધા હતા પરંતુ આ અંગેનું મયુરભાઇએ લખાણ કરેલ ન હતું ત્યારબાદ પ્રદિપ ગાયકવાડે મયુરભાઇ પાસે રૂ.33,00,000 બાકી હોવાનું જણાવી અવારનવાર ફોન કરી નાણાંની માંગણી કરી હતી તથા મયુરભાઇ ના ઘરે જ ઇ ઝઘડો કરતા.મયુરભાઇના આક્ષેપો મુજબ પ્રદિપ ગાયકવાડ પાસે નાણાં ધીરધારનુ લાયસન્સ પણ નથી છતાં બે વર્ષ પહેલાં પ્રદીપ ગાયકવાડે મયુરભાઇના ઘરે પહોંચી તેમના પિતા ભૈયાભાઇ પાટીલની ફોર વ્હીલર લઈ ગયા હતા ત્યારબાદ ચાર મહિના બાદ તમે નાણાં નથી આપ્યાં તેની પેનલ્ટી પણ ચૂકવી નથી તેમ જણાવી મયુરભાઇની પ્લેટિના તથા હીરો કંપનીની એમ બે મોટરસાયકલ લઇ ગયા હતા ત્યારબાદ મયુરભાઇ ના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો તે દરમિયાન તેઓના ઘરે જઈને પ્રદીપ ગાયકવાડે નાણાંની માંગણી કરી ઝઘડો કર્યો હતો જેથી આખરે વ્યાજખોરના ત્રાસ થી કંટાળી મયુરભાઇએ પાણીગેટ પોલીસ સ્ટેશને વ્યાજખોર વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે વ્યાજખોર સામે તપાસ હાથ ધરી છે.

બોક્સ

શહેરમાં વ્યાજખોરો પાયામાંથી પણ છૂટી જતાં હોય લોકોને પોલીસ પર ભરોસો રહ્યો નથી

શહેરમાં અંગાઉ પણ વ્યાજખોરો સામે ગૃહરાજ્યમંત્રી ની સૂચના બાદ પોલીસ દ્વારા મુહિમ ચલાવવામાં આવી હતી ઘણાં લોકો વ્યાજખોરોના ત્રાસ થી આત્મહત્યા તરફ વળ્યા હતા તો કેટલાક લોકો વ્યાજના ખપ્પરમાં દબાઇ પાયમાલ થઈ ગયા. થોડાં સમય પહેલાં શહેરના વ્યાજખોર અને માથાભારે એવા ઘનશ્યામ ફૂલબાજે આણી મંડળીના સભ્યોની અટકાયત કરી હતી અને ઘનશ્યામ ફૂલબાજે સહિત ચાર લોકોની પાસા હેઠળ અટક કરી વિવિધ જેલોમાં મોકલી આપ્યા હતા પરંતુ માંડ થોડા દિવસમાં ઘનશ્યામ ફૂલબાજે જેવા વ્યાજખોર પાસામાથી બહાર આવી જતાં અને ફરીથી વ્યાજનો ધંધો કરતા લોકોને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા જેથી લોકો વ્યાજખોરો સામે પોલીસની મદદે જતાં વિચાર કરતા હોય છે.

Most Popular

To Top