Vadodara

વોર્ડ 11 વુડાના સ્થાનિકો ઉભરાતી ગટરો અને ગંદકીથી હેરાન પરેશાન

વડોદરા શહેરમાં પુરના 14 દિવસ પછી પણ હાલત ખરાબ




હાલ વડોદરા શહેર પૂર ની પરિસ્થિતિમાંથી માંડ બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર ગટરના પાણી ઊભરાવવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે વોર્ડ નં – 11 ના ગદાપુરા વિસ્તારમાં વુડા ના મકાનો માં છેલ્લા કેટલાય દિવસોથી ગટરના પાણી ઊભરાતા ત્યાંના રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અવારનવાર પાલિકાને રજુઆત કરવા છતાંય આ સમસ્યાનું કોઈ પણ નિરાકરણ આવી રહ્યું નથી. ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડ ના કોર્પોરેટોર ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર પદ પર બિરાજમાન છે તેમ છતાંય આ વિસ્તારના રહીશોને નરકાગારમાં જીવવાની ફરજ પડી છે.
વોર્ડ 11 ના સ્થાનિકો એ અનેકવાર પાલિકામાં ઓનલાઇન ફરિયાદો કરી છે અને રૂબરૂમાં લેખિત માં પણ ફરિયાદ કરી છે. સ્થાનિકો નું કહેવુ છે કે અમે અમારા વિસ્તારના કાઉન્સિલર ને પણ કહીને થાકી ગયા, પણ નથી પાલિકાના અધિકારીઓ આવતા કે નથી કાઉન્સિલરો આવતા. અમારા મકાનો ની નજીક પાલિકાની કચેરી આવેલી છે અનેકવાર ફરિયાદ કારીયા છતાં કોઈને અમારી પરવા નથી.
વિશ્વામિત્રીમાં પુર આવ્યા બાદ પાણી એકથી બે ફૂટ જેટલું અમારા ઘરોમાં આવી ગયું હતું. ત્યારથી અહી ગંદકી જોવા મળે છે. સાફ સફાઇ તો દૂરની વાત છે કોઈ દવા છાંટવા પણ આવતું નથી. ગટરો ઉભરાય છે ગંદકી માં રહવા અમે મજબૂર છે. રોગચાળો વકર્યો છે. અહી નાના છોકરાઓ અને વુર્ધ લોકો પણ બીમાર પડિયા છે. કોલેરા, ટાઈફોઈડ ચામડીના રોગો જેવા ગંભીર બીમારી થશે અને કોઈનો જીવ જશે તો એનો જવાબદાર કોણ ?

Most Popular

To Top