ઇલેક્શન વોર્ડ નં.17મા રોડ ખોદીને નવીન રોડ કાર્પેટિગ કામગીરી હાથ ધરાશે: યોગેશ પટેલ, ધારાસભ્ય
શહેરના ઇલેક્શન વોર્ડ નં.17મા આવેલા શરદનગર ખાતે નવીન રોડ સહિતના તથા ઇલેક્શન વોર્ડ નં.19મા વિવિધ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રોડ પર કાર્પેટીગ કરવાથી રોડ ઉંચા થઇ જાય છે જેના કારણે ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઉદભવે છે ત્યારે આજરોજ શરદનગર ખાતે રોડને ખોદીને નવીન રોડ કાર્પેટીગની કામગીરી કરવામાં આવશે અહીં વિવિધ કામગીરી માટે 1.78કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે જ ઇલેક્શન વોર્ડ નં.19ના પણ વિવિધ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ, સહિતના સ્થાનિક નગરસેવકો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.