શહેરના ઇલેક્શન વોર્ડ નં 13 માં આવેલા બકરાવાડી ત્રણ રસ્તા નજીકના આંબેડકર ચોક નજીક ગેસ લાઇન નાંખવાની કામગીરી દરમિયાન ગેસ તથા પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સ્થાનિકોને હાલાકી
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13મા આવેલા બકરાવાડી ત્રણ રસ્તા નજીકના આંબેડકર ચોક વિસ્તારમાં ગતરાત્રે પુસીંગ થી ગેસ પાઇપલાઇન નાંખવાની કામગીરી ચાલી રહી હતી જેની બાજુમાંથી જ પાણીની લાઇન પણ પસાર થાય છે અહીં આ કામગીરી દરમિયાન ગેસની તથા પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગેસ પૂરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે વહેલી સવારે આ વિસ્તારના લોકોને ચ્હા,ગરમ પાણી અને નાસ્તા વિના રહેવાનો વારો આવ્યો હતો જ્યારે કેટલાક નોકરિયાત લોકોને ટિફિન વિના જ નોકરી જવાનો વારો આવ્યો હતો.આ અંગેની સ્થાનિકો દ્વારા મ્યુનિ.કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવતા વિસ્તારના કાઉન્સિલર બાળુભાઇ સૂર્વે સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હતા અને જરુરી વિભાગના અધિકારીઓને ફોનથી જાણ કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા અને ગેસ પૂરવઠો તથા પાણીની લાઇનની કામગીરી કરવા રજૂઆત કરી હતી સાથે જ આ પ્રકારની કામગીરી કાળજીપૂર્વક કરવામાં આવે જેથી નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે તેવી માગણી કરી હતી.