Vadodara

વોર્ડ નં-10માં ગટર, પાણી અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ


આખો વિસ્તાર ગંદકીથી ખદબદે છે, ચૂંટણી જીત્યા બાદ કાઉન્સિલરો દેખાતા જ નથી


વડોદરામાં પ્રાથમિક સુવિધાઓથી વંચિતમાં પ્રથમ ક્રમ વોર્ડ નં-10નો આવે છે. ગોત્રી સહિતનો વિસ્તાર વોર્ડ નંબર-10માં સમાવેશ થાય છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-10માં પાણી, રસ્તા, ડ્રેનેજ અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પાલિકા ધરાર નિષ્ફળ ગયું છે. વોર્ડ નં-10ને ગંદકીનું હબ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આ વોર્ડના રહીશો દ્વારા પાણી અને રસ્તાને લઇ અનેક વખત રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા પ્રશ્નો હલ કરવામાં આવતા નથી. પાલિકા દ્વારા આડેધડ બાંધકામની મંજૂરીઓ આપી દેવામાં આવી છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ઉણું ઉતર્યું છે.
સ્થાનિકો નું કેહવુ છે ડ્રેનેજની સમસ્યા વોર્ડ નં-10માં ઘર કરી ગઇ છે. અમારા વિસ્તારમાં ભાગ્યે જ એવો કોઇ વિસ્તાર મળે જ્યાં ડ્રેનેજની સમસ્યા ન હોય. અમારા વિસ્તારના લોકો કોર્પોરેશનના વહીવટી તંત્ર અને કાઉન્સિલરોને રજૂઆતો કરીને થાકી ગયા છીએ. વિસ્તારના લોકો કહે છે કામ કરી શકે તેવા કાઉન્સિલરનો વિકલ્પ અમે અગાઉ ના ઇલેક્શનમાં શોધી રહ્યા છીએ.

અમારા વિસ્તારમાં પાણી, રસ્તા અને ગટરની મુખ્ય સમસ્યા છે. આગામી દિવસોમાં આવી રહેલા ઉનાળામાં પાણી કેવી રીતે મળશે તે અત્યારે અમારો મુખ્ય પ્રશ્ન છે. હાલ શિયાળામાં પણ અમે પાણી વિના વલખા મારી રહ્યા છીએ. અમારા વિસ્તારના લોકોને પાણીની ટેન્કર વેચાતી લાવીને પાણી લેવું પડે છે. જો શિયાળામાં અમને પુરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય તો આગામી ઉનાળામાં મળશે કે નહીં, તે મોટો સવાલ છે. પાણી ઉપરાંત અમારા વિસ્તારમાં ડ્રેનેજની મુખ્ય સમસ્યા છે. અમારા વોર્ડમાં કાયમી ધોરણે કોઇને કોઇ કારણસર ડ્રેનેજ ઉભરાતી જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજના દુષિત પાણી રોડ ઉપર ભરાયેલા હોય છે. દુષિત પાણીનો સમયસર રોડ ઉપરથી નિકાલ ન થવાના કારણે વિસ્તારના લોકોને રહેવું મુશ્કેલ થઇ જાય છે. સાથે સાથે રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય રહે છે.

અમારા વિસ્તારમાં મોટા ભાગના રોડ કોર્પોરેશન દ્વારા ખોદી કાઢવામાં આવ્યા છે. કોઇને કોઇ કામ માટે ખોદી નાખવામાં આવેલા રોડ કામ પૂરું થયા પછી પણ સમયસર પુરવામાં આવતા ન હોવાથી લોકોને પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે. અમારા વોર્ડમાં ગંદકીએ માઝા મૂકી દીધી છે. કોર્પોરેશન દ્વારા કચરા પેટીઓ મુકી દેવામાં આવી છે. પરંતુ, કચરા પેટીઓ ભરાઇ ગયા પછી તેનો સમયસર નિકાલ કરવામાં આવતો નથી. પરિણામે લોકો કચરો કચરા પેટીની બહાર ફેંકી દેતા હોય છે. વોર્ડ નંબર-10 વડોદરાના અન્ય વોર્ડના વિકાસ સામે સૌથી પાછળ છે.

Most Popular

To Top