Vadodara

વોર્ડ નં૧૩ની રામકૃષ્ણ બ્લોક, ગોયા ગેટ સહિતની સોસાયટીમાં પીવાનું દુષિત પાણી આવતા લોકો ત્રસ્ત


વડોદરા શહેર ના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં દૂષિત પાણીની સમસ્યા માં ગોકળગતીએ કામ ચાલતા સ્થાનિક કાઉન્સિલરે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં આવતા પ્રતાપ નગર બ્રિજ નીચે ગોયા ગેટ સોસાયટી અને રામકૃષ્ણ બ્લોક સહિત વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણી આવવાની સમસ્યા છે. આ મામલે તંત્રમાં વારંવાર રજૂઆત કર્યા પછી પણ તંત્ર દૂષિત પાણીનું કારણ શોધી શક્યું નથી હવે પાલિકાની ટીમે ખાડો ખોદી ગોકળગતીએ કામ કરતા તંત્રને પાણીની લાઈનમાં ગટર લાઇન પાણી મિશ્ર થતું હોવાનું જણાવ્યું છે. જે દિશામાં વોર્ડની એન્જિનિયરિંગ વિભાગની ટીમ કામે લાગી છે દૂષિત પાણીની ગંભીર સમસ્યાને અંગે ઇલેક્શન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આડે હાથે લીધા હતા.

સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરે જણાવ્યું હતું અમારા વિસ્તારમાં છેલ્લા અઢી મહિનાથી લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ગંદુ પાણી આવે છે. અનેક વખત રજૂઆતો કરી છતાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની પ્રમાણે કામ કરી રહ્યા છે અઢી મહિનાથી ખોદકામ પણ એ ચાલે છે પણ એ લોકોને ફોલ્ટ પણ મળતો નથી તો આ કઈ રીતનું કામગીરી છે એ પણ એક સવાલ થાય છે . આજે અઢી મહિનાથી આ ગંદુ પાણી ક્યાંથી આવે છે એ શોધવા માટે જ્યારે ત્યાં ખાડા ખોદવાનું કામ કરી રહ્યા છે પણ એ લોકોને ફોલ્ટ મળતો નથી આજે એવું કહેવામાં આવે છે કે ફોલ્ટ મળી ગયો છે ગટરની નલિકા તૂટી ગઈ છે જેથી પીવાના પાણી જોડે મિશ્ર થઈને પાણી ગંદુ આવે છે ત્યારે અમારી માંગ એવી છે તાત્કાલિક ધોરણમાં એવી પાઇપલાઇન નાખો અને એ રીતનું કામ કરો કે જેથી અમારા વિસ્તારને ચોખ્ખું અને પીવાનું પાણી મળી શકે.

Most Popular

To Top