Vadodara

વોર્ડ નંબર 7માં પાણીની સમસ્યા, કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ

વડોદરા: વડોદરા શહેર વોર્ડ 7 મા કાસમ આલા કબ્રસ્તાન, મન્સૂરી કબ્રસ્તાન અને રોશન નગરમા પાછલા 2 મહિનાથી પીવાના પાણીની સમષ્યા ચાલી રહી છે. ત્યારે આજરોજ ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા અને યશ રાજપૂતની આગેવાનીમા વોર્ડ કચેરીએ માટલા ફોડી વિરોધ નોંધાવાયો હતો .

વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે એક બાજુ સ્થાયીના અધ્યક્ષ ઘ્વારા એવું કહેવામાં આવે છે કે વડોદરા ને 2050 સુધી પીવાનું ચોખ્ખું પાણી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પણ સત્યતા એ છે કે આજે સમગ્ર વડોદરા શહેર પાણી માટે વલખા મારે છે અને શહેર ફરી એક વખત ટેન્કર રાજના સહારે જીવતું થઈ ગયું છે જો આવું ને આવું ચાલતું રહ્યું તો વડોદરા એ શહેર નઈ પરંતુ કોઈ અવિકસિત ગામ બની જય તો નવાઈ નહીં.

Most Popular

To Top