Vadodara

વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદીશ શાહને લોકોએ ભગાડ્યા

વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે લોકોનો ગુસ્સો નેતાઓ ઉપર ઉતરી રહ્યો છે. ગુરુવારે દંડક બાળુ શુક્લા, ભાજપ પ્રમુખ વિજય શહાઝ ધારાસભ્ય મનીષા વકીલ પછી કોર્પોરેટર બંદિશ શાહ.લોકોના રોષનો ભોગ બન્યા હતા.
બંદિશ શાહ સલાટવાડા તુલસીબાઈની ચાલમાં પહોંચ્યા ત્યારે લોકોએ બંદીશ શાહને અપશબ્દો બોલી ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા હતાં લોકોએ સવાલ કર્યો કે પાણી ભરાયું ત્યારે જોવા કે સહાય આપવા કેમ ન આવ્યા? તેનો કોઈ જવાબ બંદિશ શાહ આપી શક્યા નહોતા.

આ નેતાઓ અમારો ફોન પણ ઉપાડતા ન હતા, આ લોકોને અહીંથી ભગાડો જેવા શબ્દો ઉશ્કેરાયેલા લોકોએ વાપર્યા હતા. આ રોષ જોતા મૂંગા મોઢે બંદીશ શાહ વિસ્તારમાં ફર્યા ત્યારે
લોકોનો રોષ પારખી સ્થાનિક કાર્યકરોએ બંદીશ શાહને રવાના કરી દીધા હતાં.

Most Popular

To Top