Vadodara

વોટર હાર્વેસ્ટિંગ માટે 50 લાખનો ચેક પાલિકામાં અર્પણ

વોટર હાર્વેસ્ટિંગ ના હેતુ સાથે મૂળ વડોદરાના અને હાલ જર્મનીમા સ્થિત જાગૃતિબેન પટેલ દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

હાલમાં શહેરોનું જળસ્તર ઊંચું આવે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય જેથી ભવિષ્યમાં પાણી મુદ્દે નાગરિકોએ તકલીફોનો સામનો ના કરવો પડે. તે હેતુથી રાજ્ય સરકાર તમામ શહેરોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવી રહી છે અને સોસાયટી સહિતના એકમોને 90% ની સહાય પણ અપાઈ રહી છે. ત્યારે મૂળ વડોદરા ના અને હાલ જર્મની સ્થિત જાગૃતિબેન પટેલ દ્વારા એક ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં તેમની સાથે સંગ્રામ બારોટ દ્વારા આ કાર્ય માટે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગારનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે બાદ તેમના દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે મીટીંગ કરી ગુરૂવારના રોજ 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે અને હજુ પણ જો આગળ જરૂર પડે તો બીજા દાતા ઓ સાથે રાખી આ દિશામાં આગળ વધવાનો પ્રાણ પણ તેઓએ લીધો છે. હાલમાં આ રકમ થી વોર્ડ નંબર 12 માં આ કાર્યો શરૂ કરવામાં આવશે અને તબક્કાવાર આગળ વધારવામાં આવશે.

Most Popular

To Top